ધારેવાડા નજીક બાઇક સવાર પિતા-પુત્રનું કારની ટક્કરે મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના બે જણા સધીમાતાના મંદિરેથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે નડેલ અકસ્માત પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર રવિવારે સાંજે બાઇક અને સ્કોડા કાર વચ્ચેના અકસ્માતમાં સિદ્ધપુરના સુથાર પરિવારના પિતા-પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે છાપી પોલીસે કાયદેસર કાર્યવાહ કરીતજવીજ હાથ ધરી છે. છાપી પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રવિવારે વરસડા ખાતે આવેલા સધીમાતાના મંદિરથી દશન કરીસિદ્ધપુરના પ્રદીપકુમાર ડાહ્યાલાલ સુથાર(ઉ.વ.૩૨) અને તેમનો પુત્ર પાર્થ પ્રદિપકુમાર સુથાર(૧૨) બાઇક ઉપર સાંજે ૬ વાગ્યાના સુમારે સિદ્ધપુર પરત જઇ રહ્યા હતા. ત્યારે છાપી નજીક હાઇવે ઉપર પાલનપુર તરફથી આવી રહેલી સ્કોડા કાર નં.જીજે.પ.જેએ -૬૭૨૨ના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી પિતા-પુત્ર બન્ને ફંગોળાઇ ગયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલા બંનેને ૧૦૮ માં સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે પરંતુ ફરજ ઉપરના તબીબે બન્નેને મૃતક જાહેર કર્યા હતા. પિતા-પુત્રના મોતના પગલે સુથાર સમાજમાં અરેરાટી પ્રસરી ગઇ છે. ઘટનાની જાણ થતાં સિïપુર હોસ્પિટલમાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.