શંખલપુરમાં ૨૦ વીઘા જમીનમાં પાણી ભરાઇ રહેતાં ખેડૂતોમાં રોષ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાઇપ લાઇનમાંથી નીકળતું પાણી બંધ નહીં કરતાં ચોમાસુ વાવેતર કરવામાં મુશ્કેલી તાલુકાના શંખલપુર ગામે પાણી પુરવઠા વિભાગની પાઇપ લાઇનમાં મૂકવામાં આવેલા હવાશિયામાંથી મોટા પ્રમાણમાં પાણીના ફુવારા ઉડતા હોવા છતાં તે બંધ કરવા તંત્રને નવરાશ મળી નથી. જેને કારણે આ પાણી આસપાસના ખેતરોમાં ભરાઇ રહેતાં ખેડૂતો ચોમાસુ વાવેતર નહીં કરી શકતાં તંત્ર સામે રોષ ફેલાયો છે. શંખલપુર-બહુચરાજી વચ્ચે બાપા સીતારામના મંદિરની પાછળના ભાગે નજીકમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનના હવાશિયામાં પાણી વહી રહ્યું છે. આ બાબતે ખેડૂત મોહનભાઇ પટેલના જણાવ્યા મુજબ, છેલ્લા ૧પ દિવસથી પાણી બહાર નીકળી રહ્યું છે. આ બાબતે રજૂઆત કરવા છતાં કોઇ સાંભળતુ નથી. આજે આ પાણી ૧પથી ૨૦ વીઘા જમીનમાં ભરાઇ રહ્યું છે. જેના કારણે હવે ચોમાસુ વાવેતર કરવું શક્ય નથી. આથી પાણી પુરવઠા વિભાગ પાસેથી વળતર માટે અમો ન્યાયના દ્વારે જવાનું વિચારી રહ્યા છીએ.