બનાવટી સર્ટિ‌થી એન્જિનિયર બની બેઠેલો ઠગ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનો શખ્સ વીજકંપનીના જુ. એન્જિનિયર તરીકે નોકરી કરતો હતોએક વર્ષ અગાઉ બીઇ ઇલેક્ટ્રોનિક્સના બનાવટી પ્રમાણપત્રને આધારે ઉ.ગુ.વીજ કંપનીમાં જુનિયર ઇજનેરની નોકરી મેળવનાર શખ્સની મહેસાણા બી ડિવિઝન પોલીસે બુધવારે ગાંધીનગર તેના ઘેરથી ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ગાંધીનગર સ્થિત પ૪૪/૧ જૈન ઉપાશ્રયની બાજુમાં રહેતા નિપૂણ દેવેન્દ્રભાઇ પંડયાએ બનાવટી પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવા બાબતે ગત ૨૯મી મેના રોજ ગુજરાત વીજકંપનીના ચેરમેન, સર્કલ વડોદરા તેમજ ઉ.ગુ.વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટરને બેનામી ફરિયાદ મળી હતી. જેને આધારે વિજીલન્સ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બનાવટી પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.જેમાં નિપૂણે ભરતી સમયે રજૂ કરેલ સરદાર પટેલ એન્જિનિયરિંગ બેચરલ ઓફ ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ કોલેજના બનાવટી ફર્સ્ટ ક્લાસ પાસના ડિગ્રી સર્ટીફિકેટ તેમજ માર્કશીટને આધારે ગત ૧૧/૧/૨૦૧૧ના રોજ વીજકંપનીમાં જુનિયર ઇજનેર તરીકે નિમણૂંક મેળવ્યાના ચાર દિવસ બાદ ઉ.ગુ વી.ક. વિભાગીય કચેરી ગાંધીનગર ખાતે ફરજ પર હાજર થયો હતો.આ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ વીજકંપનીના નટવરભાઇ બાબુભાઇ બલાતે ગત ૧૭ જુલાઇના રોજ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પીએસઆઇ આર.જી. રાણાએ બુધવારે નિપૂણ દેવેન્દ્રભાઇ પંડયાની ધરપકડ કરી હતી.