રંગભૂમિના કલાકારોએ રાખ્યો રંગ, ઉજાગર રાખી દાનની ભાવના!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાના નવા ભવનાથ ખાતે તાજેતરમાં કરિયાવર નામનું નાટક ભજવાયું હતું. જોકે આ નાટકની આવક અનાથ આશ્રમમાં આપી સરાહનીય કાર્ય કર્યું છે.નાટકમાં જુની રંગભૂમિના કલાકારો દહેજ, ભૃણ હત્યા અને અગાઉના જમાનામાં બાળકને દૂધ પીતી કરવાના રિવાજ સામે લાલબત્તી ધરીને મનોરંજનના માધ્યમથી સમાજને સંદેશો આપવા કરિયાવર નામના નાટકમાં ઘણું બધું કહે છે. મહેસાણા જિલ્લાના જગુદણ ગામના નવરંગ કલામંદિર નામની સંસ્થા ચલાવતા સુમનલાલ નાયક તથા રાજુભાઇ ચૌધરીનું કહેવું છે કે અમે સમાજમાં જાગૃતિ લાવવા કરિયાવર નામનું ત્રિઅંકી નાટક બનાવ્યું છે.આ નાટકમાં મહિ‌લા પર થતાં અત્યાચાર અને દમનને રજુ કરી તેને અટકાવવા માટેનો સંદેશો આપવામાં આવે છે. નાટકના એક દ્રશ્યમાં મહિ‌લાના મૃત્યું બાદ તેના ઘર, સ્નેહીજનો, દુનિયાને અલવિદા કર્યા પછી જયારે તેની નનામી નીકળે છે ત્યારે સંવેદના સભર માનવી દાનરૂપે જે આપે છે તે તમામ નાણાં અમે અનાથ આશ્રમમાં આપી અનાથનો આધાર બનવાનો પ્રયાસ કર્યો છે પણ એ ચોકકસ છેકે રંગમંચ દ્વારા ભજવાતા કરિયાવરને જો સમાજ સમજી વિચારીને દિકરીના બાપ પાસેથી કંકુ અને કન્યા સ્વીકારવાનો આગ્રહ રાખે તો ભારત ભવ્યભારત બની શકે છે.આ નાટકે દર્શકોની આંખોમાંથી આંસુ વહાવી દીધા હતા.