આજે દૂર્લભ શુક્ર સંક્રમણ, ચૂક્યા તો રહી ગયા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સદીના દુર્લભ શુક્ર સંક્રમણનો અદભૂત નજારો જોવા મળશે મોડાસાની સાયન્સ કોલેજ દ્વારા અવકાશી નજારો જોવા માટે ખાસ આયોજન આજે શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થશે. આ દુર્લભ ઘટના સદીની આખરી હોય ખગોળશાસ્ત્રમાં રસ ધરાવનાર તેમજ અનેક લોકોમાં નજારો જોવાની ઉત્કંઠા રહેલી છે. પરિણામે મોડાસાની સાયન્સ કોલેજમાં શુક્ર સંક્રમણ નિહાળવા માટે વિશેષ કિટ મંગાવી ઉપસ્થિત લોકોને આ નજારો બતાવવામાં આવશે. સુર્યોદયથી શરૂ થનાર આ સંક્રમણ અંદાજે ૧૦.૩૦ વાગ્યા સુધી રહેશે. મોડાસાની સાયન્સ કોલેજના આચાર્ય ડૉ.કિશોરભાઇ પંડયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બુધવારના રોજ સદીનું આખરી અને દુર્લભ શુક્ર સંક્રમણ દેખાશે હવે પછી શુક્ર સંક્રમણની ખગોળિય ઘટના ૧૦પ વર્ષ બાદ ૨૧૧૭ માં દેખાશે. આ દુર્લભ સંક્રમણને વિદ્યાર્થીઓ તેમજ ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો નિહાળી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંક્રમણ નિહાળવા માટે ખાસ કિટ પણ મંગાવાઈ છે. શુક્રનો ગ્રહ સુર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થશે તે દરમિયાન નાનું ટપકું જોવા મળશે. પરિણામે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ચોક્કસ અંતર જાણી શકાશે. શુક્ર સંક્રમણ અંગેની એક તાલીમ પણ નહેરૂ સાયન્સ સેન્ટર મુંબઈ ખાતે યોજાઈ હતી. તેમાં રાજ્યભરમાંથી સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. કિશોરભાઇ પંડયા અને ગીરીશભાઇ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.