એલઆઈસીનું પ્રિમિયમ બન્યું કારણ, ગ્રાહણ-કર્મચારીઓમાં ડખ્ખો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની એલઆઇસી ઓફિસમાં કાઉન્ટર ચાલુ કરાવવાના મુદ્દે કર્મચારી અને ગ્રાહક વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી સર્જા‍ઇ હતી. વિસનગરના રેલવેચક્કર વિસ્તારમાં મારૂતિનંદન કોમ્પલેક્સમાં આવેલી એલઆઇસીની ઓફિસમાં પ્રિમિયમ ભરવા દરરોજ લાંબી લાઇનો લાગતી હોય છે. શનિવારે બપોરે એલઆઇસીનું એક કાઉન્ટર બંધ હોય ગ્રાહક અને કર્મચારી વચ્ચે કાઉન્ટર ચાલુ કરાવવા બોલાચાલી થઇ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બંનેને ઇજા થતાં પ્રથમ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી એલઆઇસીના કર્મચારીને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ લખાય છે ત્યાં સુધી એલઆઇસીના કર્મચારીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી નથી. જ્યારે સામેપક્ષે હર્ષદ કુમાર મહેન્દ્રભાઇ પટેલે પ્રિમિયમ ભરવાના મુદ્દે એલઆઇસીના કર્મચારી અરવિંદભાઇ સહિ‌ત ત્રણે ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ આપતાં પોલીસે એનસી દાખલ કરી તપાસ હાથ ધરી છે.