વાયદામાં ઘટાડાના પગલે હાજર બજારમાં જીરુના ભાવમાં નરમાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢેક માસમાં જીરુનો ઓક્ટોમ્બરનો વાયદો રૂ.૧૭૭થી ઘટીને ૧૩૩ સુધી પહોંચ્યો વાયદા કરતાં હાજર બજારમાં પ્રતિ કિલો જીરુનો ભાવ રૂ.૧૦થી ૧પ વધુ ડિલિવરીની વધતી એક્સપાયરી અને ઓપરેટરોની ચાલના કારણે ઊંઝા ગંજ બજારમાં જીરુના વાયદા બજારમાં દોઢેક માસમાં ન ધારેલી મંદી સર્જા‍તાં તેની અસર તળે હાજર બજારમાં પણ નરમાશનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, હાજર બજારમાં વાયદા કરતાં રૂ.૧૦ જેટલા ભાવ વધુ જળવાઈ રહ્યા છે. જીરુનો ઓક્ટોબર વાયદો દોઢેક માસ પૂર્વે રૂ.૧૭૭ પ્રતિ કિલો સુધી પહોંચ્યા બાદ ઓપરેટરોની મંદી તરફી ચાલ શરૂ થઈ હતી બીજી તરફ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાયદો બંધ રહેશે અને તે પહેલાં ડિસેમ્બરમાં એનસીડીઈએક્સમાં ડિલિવરી માલની એક્સપાયરી થતી હોઈ જીરુનો એ માલ હાજર બજારમાં ઠલવાઈ રહ્યો છે. જેના કારણે વાયદામાં સતત ઘટાડો થતાં સોમવારે રૂ.૧૩૩ સુધી પહોંચી ગયો હતો. ઊંઝા ગંજબજારમાં જીરુની ૩થી ૪ હજાર બોરીની આવક સામે પથી ૬ હજાર બોરીની ઘરાકી રહે છે પરંતુ એનસીડીઈએક્સની ડિલિવરીમાંથી માલ મળી રહેતો હોઈ હાજર બજારમાં પણ ઘરાકીનો અભાવ દેખાય છે. પરિણામરૂપ હાજર બજારમાં પણ એક સમયે રૂ.૩૧૦૦ના ભાવવાળા જીરુના હાલમાં રૂ.૨૭૦૦માં વેપાર થઈ રહ્યા છે. જ્યાં સુધી આ હેજરોની વેચવાલી જળવાઈ રહેશે ત્યાં સુધી બજારમાં તેજી થવી મુશ્કેલ લાગી રહ્યું હોવાનું ઊંઝા વેપારી મંડળના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું. ગત વર્ષની સાપેક્ષે જીરુનું એક્ર્સોટ દોઢ ગણાથી વધુ જુન-જુલાઈમાં જીરુના એક્સપોર્ટના કામ સારા થયા હતા. તેની સાપેક્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં એક્સપોર્ટ ઓછું થયું છે. પરંતુ તુકીર્-સિરીયામાંથી જીરુનું ઉત્પાદન અપેક્ષા મુજબ ન થવાના કારણે છેવટે આગળ જતાં જીરુનું એક્સપોર્ટ ધારણા કરતાં વધારે રહેવાનો અને ભાવ વધવાનો અંદાજ વેપારીઓ સેવી રહ્યા છે. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે અત્યાર સુધી જીરુનું એક્સપોર્ટ દોઢ ગણાથી પણ વધુ થયું છે. રાજસ્થાનના વાવેતર પર બજારનો આધાર રહેશે સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાધનપુર, સાંતલપુર જેવા વિસ્તારોમાં ઓક્ટોબર એન્ડમાં જીરુનું વાવેતર શરૂ થશે. જો કે, કેટલાક વિસ્તારમાં અપૂરતો વરસાદ અને અપેક્ષા મુજબ ડેમ ન ભરાવાથી ગત વર્ષ કરતાં જીરુના વાવેતરમાં ૨પથી ૩પ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના વેપારીઓમાં જોવાઈ રહી છે. જ્યારે રાજસ્થાનમાં વરસાદ સારો થયો છે જ્યાં નવેમ્બર માસમાં જીરુનું વાવેતર થતું હોઈ ત્યાં કેટલું વાવેતર થાય છે તેના ઉપર બજારની તેજી મંદીનો આધાર રહેશે તેમ વેપારીઓ માની રહ્યા છે.