પેરોલ પર છૂટ્યો બળાત્કારનો આરોપી, ગટગટાવી લીધું ઝેર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-હિંમતનગર એસ ટી સ્ટેશનમાં આપઘાત -અમદાવાદ સબજેલમાં સજા કાપી રહેલો દાંતા તાલુકાના જીતપુરના આરોપી પેરોલ પર છૂટયો હતો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જીતપુર ગામનો અને બળાત્કારના કેસમાં અમદાવાદની સબ જેલમાં સજા કાપી રહેલા અને પેરોલ પર આવેલા કેદીએ શનિવારે હિંમતનગર એસ.ટી બસસ્ટેન્ડમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન રવિવાર મોત નિપજતા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિ‌તી અનુસાર દાંતા તાલુકાના જીતપુર ગામના પ્રભાજી સોલંકીનો પુત્ર માલાજી (ઉ.વ.૨પ) બળાત્કારના કેસમાં અમદાવાદની સબ જેલમાં સજા કાપી રહ્યો રહ્યો હતો દરમિયાન પોતાના પરિવારમાં સામાજીક પ્રસંગ હોવાથી માલાજી ૧પ દિવસ અગાઉ અમદાવાદની સબ જેલમાંથી રજા લઇને પેરોલ પર આવ્યો હતો. પેરોલ શનિવારે પૂર્ણ થતા હતા તેથી તેના પિતા પ્રભાજીને લઇને જીતપુર ગામેથી હડાદ વાયા વડાલી થઇ હિંમતનગર આવ્યા હતા.દમિયાન બસ સ્ટેશનમાં માલાજી શૌચક્રિયા જઇને પાછા આવી રહ્યા હતા ત્યારે દરવાજામાં જ તે ઢળી પડયા હતા. અને તેમના મોંઢામાંથી ફીણ નીકળતું હતું. તેથી તેને તરત જ હિંમતનગરના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જયાં રવિવારે બપોરે સારવાર દરમિયાન મોત નિપજયું હતું જે અંગે ર્ડા.રણછોડભાઇ એ ટાઉન પોલીસમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી માલાજીની લાશનો કબજો લઇ પી.એમ. માટે હિંમતનગર સિવિલમાં લઇ આવ્યા હતા.