જીપ - ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત : ૧૪ ને ઇજા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રકને રોંગસાઈડે ચલાવી ચાલકે સામેથી આવતી જીપને ટકકર મારતાં અકસ્માત સર્જા‍યો : ટ્રક ચાલક જ મોતને ભેટ્યો હિંમતનગર-વિજાપુર માર્ગ પર દેરોલ ગામની સીમમાં રવિવારે મોડી સાંજના પુરઝડપે અને રોંગ સાઇડમાં ટ્રક લાવી ટ્રકચાલકે સામેથી આવતા જીપડાલાને ટકકર મારતા ગંભીર અકસ્માત સર્જા‍યો હતો. જેમા ઘવાયેલા ટ્રકચાલકનું મોત નિપજયું હતું. જયારે જીપમાં બેઠેલા ૧૪ વ્યકિતઓને નાની મોટી ઇજાઓ થતા તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના બનાવ અંગે ગ્રામ્ય પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર રવિવારે મોડી સાંજે સાતેકના સુમારે ટ્રક નંબર જીજે.૯ વાય.૬૬પપ વિજાપુર તરફથી હિંમતનગર તરફ આવી રહી હતી. ત્યારે આ ટ્રકના ચાલકે રોંગસાઇડમાં ટ્રક લાવી હિંમતનગર તરફથી વિજાપુર તરફ જઇ રહેલા જીપડાલા નંબર જીજે.રઝેડ.ર૪૧૧ ને ટકકર મારતાં અકસ્માત સર્જા‍યો હતો. અકસ્માતને કારણે થોડાક સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો. જોકે ટ્રકચાલક ભવાનીસિંહ ઉર્ફે અજમલસિંહ રજુસિંહ મકવાણા (ઉ.વ.પ૦, હાલ રહે.નાદરી પેથાપુર) ગંભીર રીતે ઘવાતા તેનું મોત નિપજયું હતું. જયારે અન્ય જીપમાં બેઠેલા ૧૪ વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઇ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા હતા. આ અંગે સંજયકુમાર લક્ષ્મણભાઇ પટેલે (રહે.પાટણપુરા, માણસા-ગાંધીનગર) હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કદવાડી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત મેઘરજ : મેઘરજ-મોડાસા માર્ગ પરના કદવાડી પાટિયા પાસે રવિવારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે મેઘરજ-મોડાસા માર્ગ પર ટ્રક નં.જી.જે.૯.વી.૮૩૮૨ પાર્ક કરી હતી. ટ્રકનો ચાલક ટ્રક મુકીને નજીકમાં ક્યાંક ગયો હતો આ સમયે મેઘરજ તરફથી આવતી ઈન્ડીકા કાર નં.જી.જે.૯.બી.એ.૩૩૯પ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારનો ખુડદો થઈ ગયો હતો. જેમાં કારમાં બેઠેલ દેવલકુમાર જગદીશચંદ્ર ઉપાધ્યાય (રહે.મોડાસાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કારના ચાલક આનંદકુમાર નરેન્દ્રભાઇ ઉપાધ્યાયને પણ ઈજાઓ થતાં મેઘરજ રેફરલ હોસ્પિટલ અને બાદમાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે વિશાલકુમાર જગદીશચંદ્ર ઉપાધ્યાયે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.એ.વાળાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.