અંબાજીમાં પ્રથમ દિવસે એક લાખ દર્શનાર્થીએ દર્શન કર્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવી મહાકુંભમાં અભેદ્ય સુરક્ષા કવચ પપ૦૦ ઉપરાંત જવાનો સતત બાજનજર રાખશે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભને સોમવારે જિલ્લા કલેક્ટર, પોલીસવડા અને બરોડાના સાધ્વીશ્રીએ ખુલ્લો મુક્યો હતો. જ્યાં આવતા લાખો શ્રદ્ધાળુઓના સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવાયું છે. જ્યાં આઠ સેકટરના ર૦ ઝોનમાં પપ૦૦ જેટલા સુરક્ષા જવાનો સ્થિતિ પર સતત નિગરાની રાખશે.મેળથ્ના પ્રથમ દિવસે ૯૯૨૬૭ દર્શનાર્થીએ માના દર્શનનો લાભ લીધો હતો. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભનો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જે.બી.વોરા, જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ, અને બરોડાના સાધ્વી પૂ.ડો.મા હરિશ્વરજીએ દિપ પ્રાગટય તેમજ પદયાત્રીઓને કુમકુમ તિલક કરી મેળાનો પ્રારંભ કર્યો હતો. આજે મા અંબાના દર્શનનો સમય મંગળવારના રોજ અંબાજી દર્શાનાર્થે આવનારા ભાવિકોની સુવિધા જળવાય તે માટે મંદિરના દર્શનનો સમય રાત્રે ૧-૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આરતી : સવારે ૬-૧પથી ૬-૪પ દર્શન : સવારે ૬-૪પથી ૧૧-૩૦ રાજભોગ : બપોરે ૧૨-૦૦ કલાકે દર્શન : બપોરે ૧૨-૩૦થી પ-૦૦ આરતી : સાંજે ૭-૦૦થી ૭-૩૦ દર્શન : સાંજે ૭-૩૦થી રાત્રે ૧-૩૦ સુધી મેળાનો પ્રથમ દિવસ >> દર્શનાર્થી - ૯૯૨૬૭ >> ભંડારાની આવક - ૧૬,૦પ,પપ૨ >> પ્રસાદના પેકેટ - પ૧૭૪૯ >> માતાજીની ગાદીની આવક - ૧,૦૦,૩૧૧ >> ભેટ કેન્દ્રની આવક - પ,પ૪,૭૦૦ >> નિ:શુલ્ક ભોજન - ૮પ૧૦ >> સાડી-ચૂંદડીની ભેટ - ૭પ >> ધ્વજારોહણ - ૨પ૩ >> મુસાફરોનું વહન - ૧૦પ૩૨ >> એસ.ટી.ને આવક - ૧પ૦૭પ૦ >> દૂધનું વિતરણ - ૯૪૦૦ લીટર >> અન્ય આવક - ૪૦૦૦ એક લાખ ત્રીસ હજાર કિલો ગ્રામ પ્રસાદ બનાવાશે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસાદ માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એક લાખ ત્રીસ હજારકિલો પ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. મહાકુંભ દરમિયાન ૪૦૦ મણ પ્રસાદ બનાવવામાં આવશે. પ્રસાદ બનાવવા માટે એક ઘાણ ૩૨પ કિગ્રા, ર૦૦૦ ડબ્બા (૩૦ હજારકિ.ગ્રા.) ચોખ્ખા દેશી ઘી, ૬૦ હજાર કિ.ગ્રા.ખાંડ, ૪૦ હજાર કિ.ગ્રા.બેસન, ૭ હજાર લીટર દૂધનો ઉપયોગ કરીને દૈનિક દસ હજાર કિ.ગ્રા.પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. વ્યાસવાડી પદયાત્રી સંઘે ધજારોહણ કર્યું : અમદાવાદના વ્યાસવાડી સંઘ (પીળી પટ્ટી) ના દોઢસોથી વધુ શ્રદ્ધાળુઓએ સોમવારે મા અંબાના નીજ મંદિરે બાવનગજની ધજાનું ધ્વજારોહણ કર્યું હતું. આ અંગે સંઘના આગેવાન ચકુભાઇ પટેલ જણાવ્યું હતું કે 'ટ્રસ્ટ દ્વારા સંઘોને માતાજીની ધજા પરત લઇ જવા માટે અનુરોધ કરાયો હતો. તે પ્રસંશનીય છે ત્યારે ર૦૦૮ના વર્ષમાં અમોએ ૧૨પ૧ ફુટની વિશ્વમાં પ્રથમ એવી ધજા મા અંબાના નિજ મંદિરે શીખરે ચઢાવી હતી. ત્યારે આ ધજા અમો પરત મેળવવા માટે પણ ટ્રસ્ટને માંગણી કરી છે. માતાજીના શીખરે ચઢેલી ધજાને માતાજીના પ્રસાદ સ્વરૂપ ચૂંદડી બનાવી માઇભક્તોને અર્પણ કરાશે.