ઘર્ષણ / વિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે ટિયર ગેસના બે સેલ છોડ્યા

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 02:31 AM
group clashes in visnagar, 10 injured, police fire tear gas shells

  • લીમડો કાપવાની સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
  • બંને પક્ષો વચ્ચેના ધર્ષણમાં 8 લોકો ઈજાગ્રસ્ત
  • તંગદીલીનો માહોલ સર્જાયો, જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે

વિસનગર: વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં રવિવારે લીમડો પાડવા બાબતે બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં 8 લોકોને ઇજા પહોંચી હતી. એસપી સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા ટિયરગેસ છોડાયાની ચર્ચા ચાલી હતી. જોકે, પોલીસે તેને નકારી હતી. દરમિયાન, બંને સમાજના અગ્રણીઓની દરમિયાનગીરીથી સમાધાન કરવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસ નિવેદનમાં ઘાયલોએ કંઇ ન કરવાનું નિવેદન આપ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

X
group clashes in visnagar, 10 injured, police fire tear gas shells
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App