તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલાણાંથી 70.42 લાખના ગાંજો સાથે પકડાયેલ શખ્સ રિમાન્ડ પર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હારીજના પીપલાણા ગામની સીમમાંથી પોલીસે વાવેતર કરેલો ગાંજો અને અફીણનો મોટો જથ્થો પકડ્યો હતો જેમાં કુલ રૂ 70.42 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.

પીપલાણા ગામની સીમમાંથી એરંડાના ખેતરમાંથી 1079.400 કિલોગ્રામ વાવેતર કરેલો રૂ 64,76,400ના લીલા ગાજાના છોડવાઓ અને 113.200 કિલોગ્રામ રૂ 5,66,000 નો અફીણનોનો જથ્થો મળી કુલ રૂ 70,42,400 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પીપલાણાના જીવણજી સરતાનજી ઠાકોર સામે ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગે હારીજ પોલીસ મથકે રાધનપુર cpi આર.કે રાઠવા એ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેની તપાસ ચાણસ્મા ઇન્ચાર્જ પીઆઈ પી જે સોલંકીને સોંપી છે.

અારોપીને કોર્ટમાં રજુ કરતાં 28 ફેબ્રુઅારી સુધીના ચાર દિવસના રીમાન્ડ મળ્યા છે. અારોપી અગાઉ પણ ખેતી કરી ચૂક્યા છે કે પહેલીવાર વાવેતર કર્યું છ. કોને સપ્લાય કરતા હતા અા બધી હકીકતો પૂછપરછમાં જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો