તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલા કે મરચીને લાગતા વાઈરસથી બચવા શું કરવું?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન : વેલા કે મરચીના છોડ ઉપર લાગી પડી જતા વાઈરસથી પાકને બચાવવા શું કરવું ?

તજજ્ઞ : મરચી કે વેલામાં રોગપ્રતિરોધક જાતનું વાવેતર કરવું. એકનો એક પાક વારંવાર એક જગ્યાએ ન લેતા ફેરબદલી કરવી. વાઈરસથી થતા રોગનું વાહક ચૂસીયા છે. થ્રીટ આપી યલો અને બ્લ્યુ સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ. થ્રીટના નિયંત્રણ માટે થ્રીપ્રોનીલ 10 એમએલ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કોઠાસૂઝ પ્રમાણે દેશી ગાય પંચદ્રવ્યનો ઉપયોગ કરી પંચદ્રવ્ય બનાવી છંટકાવ કરવાથી ફાયદો થશે.

પ્રશ્ન : આંબા પર મોર કે ફુલમાં જીવાત સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય ω?

તજજ્ઞ : આંબા પર ફુલ આવ્યા પછી આડેધડ રસાયણોનો છંટકાવ કરવો નહીં કારણ કે આંબામાં પરાગનયનની પ્રક્રિયા માટે ઉપયોગી મધુમાખી અને અન્ય જીવાતને બચાવવી ખુબ જ જરૂરી છે. આથી લીંબોડીના તેલ આધારિત દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

મુંઝવતા પ્રશ્નો
અન્ય સમાચારો પણ છે...