તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્ક હેરો ખેતરમાં ક્યારા બનાવવા માટે ઉપયોગી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિસ્ક હેરો એ દ્વીતીય શ્રેણીનું ખેડનું સાધન છે. ટ્રેકટર વડે સંચાલિત આ સાધન બે ગેંગ ધરાવે છે. જેમાં ગેંગની સામ બે ડિસ્ક એકની પાછળ બીજી એ રીતે જોડાયેલી હોય છે. જે માટીને બહારની બાજુએ ફેંકે છે અને બીજી પાછળની ગેંગ જે માટીને અંદરની બાજુઅે ફેંકે છે. તેથી ઓફસેટ ડિસ્ક હેરોની મદદથી ખેડ વિનાની જમીન વધતી નથી. આ સાધનમાં ડિસ્કની સંખ્યા ૯ થી ૧૧ હોય છે. તેને ચલાવવા માટે ર૦ થી ૬૦ હોર્સપાવરના ટ્રેકટરની જરૂરીયાત પડે છે. એક દિવસમાં અંદાજે 10 હેક્ટરમાં તેનો ઉપયોગ કરી શકાય છે.

બજારમાં ડિસ્ક હેરોની અંદાજીત કિંમત રૂ.રપ,૦૦૦થી ૬૦,૦૦૦ છે. જે ખેડૂતો માટે બજારમાં સરળતાથી મળી રહે છે.

ખેડૂતોએ ઉપયોગ ખેડની પ્રક્રિયામાં ઢેંફાને તોડવા માટે અને વાવણીની પ્રકિ્રયા માટેકયારા તૈયાર કરવા માટે ઉપયોગી છે. જેના કારણે ખેડૂતો માટે પોતાના ખેતરમાં વાવણી અને રોપણી સરળતાથી કરી શકે છે. ખેડૂતો માટે આ સાધન ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઊંડું ખેડાણ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો