તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવના તીર્થગામમાં વાડ કરી દબાણ મુદ્દે બે શખ્સોએ યુવકને છરી મારી હત્યા કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ તાલુકાના તીર્થગામની સીમમાં શનિવારે સવારે ગામના જ બે યુવકો મોટર સાઇકલ પર જઇ ગામના જ ખેતરમાં કામ કરતા યુવક પર છરી વડે હીંચકારો હૂમલો કરી મોતને ઘાટ ઉતારી ત્યાંથી મોટર સાઇકલ પર ફરાર થઇ ગયા હતા. જેની જાણ વાવ પોલીસને કરાતાં વાવ પોલીસે ગણતરીના કલાકોમાં એક સહઆરોપીને પકડી પાડ્યો હતો અને ઘાયલ યુવકને વાવ રેફરલ અર્થે લવાયો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા રેફરલ હોસ્પિટલ ખાતે લોકો દોડી આવ્યા હતા. વાવ પોલીસ મથકે બે વિરુદ્ધ ફરિયાદ નોંધી એક આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

તીર્થગામની સીમમાં વશરામભાઈ રામાભાઈ પટેલના ખેતરમાં ગામના મેવાભાઈ બબાભાઈ પરમાર અને તેના ભાઇ પ્રકાશભાઈ બબાભાઇ પરમાર સહિત ગામના અન્ય ત્રણ મળી ફુવારાની પાઇપ લાઇનનું કામ કરતા હતા. ત્યારે શનિવારે સવારે આશરે સાડા 9 વાગે ગામના પ્રકાશભાઈ હરજીભાઈ પરમાર અને હરેશભાઇ કરશનભાઈ પરમાર બાઈક પર આવી ખેતરમાં મેવાભાઈ પરમાર પાસે જઇ તમો અમારા ખળામાં વાડ કરી દબાણ કેમ કરો છો તેમજ તમે વારંવાર અમારી સાથે ખળામાં વાડ બાબતે બોલાચાલી કરી અમને-હેરાન કરો છો’ તેમ કહી ફાંટમાંથી છરી કાઢી મેવા આજે તો તારું પૂરું કરી દેવું છે કાયમ અમને નડે છે તેમ કહેતા સાથે આવેલ હરેશભાઇએ મેવાભાઇને બાથમાં પકડી લેતા પ્રકાશભાઈએ પાછળ પીઠમાં છરી હુલાવી દીધી હતી. જેને લઇ મેવાભાઈ કીકીયારીઓ કરી પડી જતા બાજુમાં કામ કરતો મેવાભાઈનો ભાઈ દોડી આવ્યો હતો. તેને આ બન્ને જણા ધમકી આપી નાસી છૂટ્યા હતા અને ખેતર માલિકની ગાડીમાં મેવાભાઇને સારવાર અર્થે લાવતા રસ્તામાં 108 આવતા તેમાં શિફ્ટ કરી વાવ રેફરલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેની જાણ ગામમાં થતા ગામલોકો રેફરલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક મેવાભાઈ પરમારના ભાઈ પ્રકાશભાઈ પરમારે વાવ પોલીસ મથકે પ્રકાશભાઈ હરજીભાઈ પરમાર અને હરેશભાઈ કરશનભાઇ પરમાર (રહે.તીર્થગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં વાવ પોલીસે ગણતરીના કલાકોમાં હરેશભાઈ કરશનભાઇ પરમારને બાઇક સાથે પકડી લીધો હતો. પ્રકાશને પકડવાની તજવીજ હાથ ધરી હતી અને મૃતક મેવાભાઈ પરમારના મૃતદેહનું પીએમ કરી મૃતદેહને તેના સગા સંબંધીને સોંપ્યો હતો.

મૃતક મેવાભાઈ
પકડાયેલ આરોપી હરેશ
ફરાર આરોપી પ્રકાશ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો