તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજાની આંખોમાં આંજણ નાંખી દ્રષ્ટી સ્પષ્ટ કરે એ આંજણા : પૂ. જયશ્રીદીદી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં સ્વાધ્યાય પરિવારના ચૌધરી સમૃતિ કાર્યક્રમમાં ભાવુકોનું અભિવાદન ઝીલતાં પૂ. જયશ્રીદીદીએ ચૌધરીની વિશેષતાઓ વર્ણવતાં કહ્યું કે, કૃષિ સાથે જોડાયેલા ચૌધરી અત્યંત ઉદાર, આવકારી, અતિશય ન્યાયી અને અતિશય સ્વમાની આ ચાર ભેરી એટલે ચૌધરી. ચૌધરીનું ગોત્ર અગ્નિ છે એટલે તેજ આ અગ્નિ શુદ્ધ કરે એમ સમાજની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા આપણે કરવાની છે. ત્રિકાળ સંધ્યા ત્રણ લાખ લોકોને મોંઢે કરાવી, આ યુવા વિભાગે કર્યુ. યુવા પેઢીને ત્રિકાળ સંધ્યા મોઢે થઇ તો સમાજ અને ભારતનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહેશે. પેઢીઓની સંસ્કૃતિ, કૃષિનું યુવાપેઢી પાલન કરે અને સમાજને વધુ સાત્વિક, સક્ષમ અને ઉત્કૃષ્ટ બનાવીએ.

પૂ. જયશ્રીદીદીએ કહ્યું કે, મકરસંક્રાતિની ઊજવણી અંધારા પર પ્રકાશના વિજય થાય છે. ઉત્તરાયણ એટલે ઉત્તર અયન. સૂર્ય ઉત્તર તરફ જાય તે ઉત્તરાયણ અને તેનું પરિણામ અંધારા ઉપર પ્રકાશનો વિજય. હાલ 5.30 વાગે અંધારું થાય જે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત્રી ટૂંકી થશે. અત્યારે લાંબી રાત્રે દિવો પ્રગટાવાનું કામ કરવાનું છે. ભગવાનની આંખના આંજણ થઇએ તો આંજણા. પૂ.દીદીએ મહારાષ્ટ્ર ભાષામાં મેહસાણા શબ્દને મૂલવીને કહ્યું કે, ભેંસને લાવો એવો અર્થ થાય. ગાય ભેંસને પ્રેમ કરનારા એટલે મહેસાણા. પૂ. દીદીએ ધર્મને માનવાવાળા બંને ઝગડે તો બંનેમાંથી કોઇ ધાર્મિક નથી એમ કહી ધર્મનો મર્મ વ્યકત કરતાં ભગવાન આપણી અંદર હોવાનું જણાવ્યું હતું.

મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ એમ 5 જિલ્લાઓમાંથી આંજણા ચૌધરી સમાજના 3 લાખથી વધુ ભાઈઓ અને બહેનો સામેલ થયાનું સ્વાધ્યાય પરિવારના સદસ્યોએ જણાવ્યું હતું. આ સાથે મહીસાગર, સુરત, નવસારી અને કચ્છ જિલ્લાના આંજણા ચૌધરી સમાજનાં ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા.

મહેસાણામાં સ્વાધ્યાય પરિવારનાં ચૌધરી સ્મૃતિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો