ઉચપા ગામે મંદિરમાંથી ચોરી કરી બીજા મંદિરમાં ઘુસતો ચોર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના ઉચપા ગામે એક મંદિરમાં ચોરી કરી બીજા મંદિરમાં ચોરી કરવા જતાં એક ઇસમને ગામલોકોએ પકડી પાડી વાવ પોલીસને સોંપ્યો હતો. વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વાવના ઉચપા ગામે બુધવારની રાતે ઉચપા ગામે આવેલા પાંચ ઠુલાવાળી માતાજીના મંદિરમાં ચોરી કરવા આવેલા શખ્સને લોકોએ પકડી વાવ પોલીસને સોંપ્યો હતો.ઉચપાના સિગોતર માતાજીના મંદિરમાંથી દાન પેટી ઉઠાવી ચરેડામાં તોડી તેમાંથી અંદાજે રૂ.5 હજાર રોકડ રકમની ચોરી કરી ગયાની ફરિયાદ સુરેશભાઈ પ્રજાપતિએ વાવ પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...