તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતરોમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ખેતરોમાં અમલ થવો જોઇએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિમેળો જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રમુખે જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે તથા રાજય સરકાર તેઓ માટે સતત ચિંતિત છે. ખેડૂતોને પાણી અને વિજળી મળે તે માટે સરકાર કટીબદ્ધ છે. તેઓએ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબની ખેતી કરવા તથા પાણીના બચાવ સાથે ડ્રીપ ઇરીગેશન અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિનો ખેતરોમાં અમલ થવો જોઇએ. જે માટે કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. જે કૃષિ મેળાના માધ્યમ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. આધુનિક ખેતી સાથે પશુપાલન ને પણ અપનાવવું જરૂરી છે.

આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઇયળના ઉપદ્રવ અને જૈવિક ખાતરના ઉપયોગ અંગે જાણકારી આપતા ખેતીના ખર્ચમાં ઘટાડવા વિસ્તૃત માર્ગદર્શન તથા વધુ પડતા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના વપરાશથી થતા નુકસાન વિશે અવગત કરાવતા વધુમાં વધુ જૈવિક ખાતર અને જૈવિક દવાઓના ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પશુપાલન, બગાયત, આત્મા સહિતના વિભાગોના ૨૮ જેટલા પ્રદર્શન સ્ટોલ ખેડૂતો-પશુપાલકોના લાભાર્થે ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા જેમાં ખેડૂતો બહેનોએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ, પશુપાલન, શાકભાજીનું વાવેતર વગેરે વિશે પોતાના અનુભવો રજુ કર્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને પ્રમાણપત્રો તથા પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિંચાઇ સહકાર અને પશુપાલન સમિતિના અધ્યક્ષ નગીનભાઇ ગાંવિત, સંયુકત ખેતી નિયામક(વિતરણ) એન.કે.ગાબાણી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.સી.કે.ટીમ્બડીયા સહિત કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ મોટીસંખ્યામાં ખેડૂત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો