તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3000 મેટ્રિક ટન જથ્થો આવ્યો પણ છેવાડાના વિસ્તાર સુધી ન પહોંચતા રાધનપુર સાંતલપુર માં તીવ્ર અછત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ જિલ્લામાં યુરિયા ખાતર ની અછત દૂર કરવા માટે અઠવાડિયામાં ખાતર નો ત્રણ હજાર મેટ્રિક ટન જથ્થો અપાયો છે પરંતુ છેવાડાના વિસ્તાર સુધી પૂરતો જથ્થો પહોંચતો ન હોવાથી રાધનપુર સાંતલપુર વિસ્તાર તીવ્ર અછત સર્જાઇ છે. ખેડૂતો ને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી.

ઘઉં અને તમાકુ નું વાવેતર વધતાં તેમજ એક સાથે પિયત શરૂ થતાં પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની અછત ઉભી થતા ખાતર માટે પડાપડી શરૂ થઈ હતી અછત દૂર થાય તે માટે અઠવાડિયામાં iffco કૃભકો અને gsfc નો ત્રણ હજાર મેટ્રિક ટન જથ્થો આપવામાં આવ્યો છે. પરંતુ આ જથ્થો છેવાડાના રાધનપુર-સાંતલપુર વિસ્તાર સુધી પહોંચ્યો નથી મોટાભાગે પાટણ આસપાસના વિસ્તારમાં જ ઠલવી દેવામાં આવ્યો છે રાધનપુર વિસ્તારમાં અછતના કારણે દરરોજ 400 ખેડૂતોની કતારો લાગે છે જેમાં અડધોઅડધ ખેડૂતોને ખાતર લીધા વગર પરત જવું પડે છે તંગીના કારણે છેક સાંતલપુર વિસ્તાર ના ખેડૂતોને ખાતર લેવા માટે રાધનપુર સુધી લાંબા થવું પડે છે છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો નથી.

રાધનપુર વિભાગ ખેડૂત બીજ ઉત્પાદક સહકારી મંડળીના મેનેજર જેસંગભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી આ વિસ્તારમાં ખાતર ની તીવ્ર અછત છે હાલમાં 500 મેટ્રિક ટન ની જરૂરિયાત છે બે દિવસે એક ટ્રક ખાતરનો જથ્થો આવે છે જેમાં 500 થેલી હોય છે સામે 400 ખેડૂતો લાઈનમાં હોય છે એક ખેડૂત ને બે થેલી આપવામાં આવે છે અડધોઅડધ ખેડૂતો ને ખાતર લીધા વગર પરત જવું પડે છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ખાતરની માગ વધારે રહે છે ત્યારે ઝડપથી પૂરતો જથ્થો મળે તે જરૂરી છે.

અઠવાડિયામાં 3000 ટન જથ્થો આવ્યો
Lead સપ્લાયર gnfc ના મેનેજર આર એમ મેવાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અઠવાડિયામાં ખાતરનો ત્રણ હજાર મેટ્રિક ટન જથ્થો આવ્યો છે જાન્યુઆરી માસ દરમિયાન gnfc, gsfc, કૃભકો, iffco, ipl, આરસીએફ નો વધુ ત્રણ હજાર ટન જથ્થો આવશે સિદ્ધપુર ડીસા અને મહેસાણા થી રેલવેની રેક મારફતે સપ્લાય ચાલુ છે શનિવારે પાટણમાં સાત ટ્રક જથ્થો આવ્યો છે જિલ્લા સંઘ તાલુકા સંઘ સરદાર ડેપો અને ખાતરના વિક્રેતાઓ તેમજ મંડળીઓ સુધી ખાતર પહોંચી રહ્યું છે હવે અછત જેવું કંઈ રહેશે નહીં સરદાર ડેપોના મેનેજર કેતનભાઇ એ જણાવ્યું હતું કે સરદાર ખાતરની 1200 મેટ્રિક ટનની મીનીરેન્ક મહેસાણા આવેલી છે તેમાંથી 600 મેટ્રિક ટન જથ્થો પાટણને મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો