હાફૂસ કેરીમાં લાગતા રોગ કપાસીનું નિયંત્રણ જણાવશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાલ : હાફુસ આંબા ઉગાડનાર ખેડૂતોને કપાસી નામના રોગનું નિયંત્રણ જણાવો.

જવાબ : વધુ વરસાદ અને ઢોળાવવાળી ધોવાણ થાય તેવી જમીનમાં આંબાનું વાવેતર હોય ત્યાં ધાસીયા ખેતી અપનાવવી. સપાટ જમીનમાં બે ઝાડ વચ્ચેની જગ્યામાં ડાંગર, પરાળ કે અન્ય પાંદરડાનું સુકુ આવરણ એપ્રિલ માસમાં પાથરવું. ફળો ઉતારવા લાયક થાય તે પહેલા એક માસે પિયત બંધ કરવું. ગરમ હવા - લુ થી રક્ષાણ માટે આંબાવાડિયા ફરતે શરૂ નિલગીરી કે દેશી આંબાની ઓથ (વાડ) કરવી. ફળોને ગરમીની માઠી અસરથી બચાવવા માટે કેરી ઠંડા પહોરે બેડવી.

ફળ ઉતાર્યા પછીની માવજત : ઉતારેલા તાજા ફળોને સુર્યની સીધી ગરમીથી લૂથી બચાવવા. ઉતારેલા તાજા ફળોને આંબાના છાંયડે પથારી કરી મુકવા અને ઢાંકવા. ફળો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે માર્કેટમાં લઈ જતી વેળા સૂર્યનો તાપ ન લાગે તે રીતે પૂરતા રક્ષાણ નીચે લઈ જવા કાળજી લેવી.

ખેડૂતનો પ્રશ્ન
અન્ય સમાચારો પણ છે...