તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવના ધારાસભ્યની ધરાધરા ગામે સાકર તુલા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | ગત વિધાનસભાની ચૂંટણી વખતે વાવ તાલુકાના ધરાધરા ગામે યુવાનો, વડીલો, આગેવાનો રામાપીરના મંદિરમાં ખાતે બેઠા ત્યારે ગામ લોકોએ માનતા માની હતી કે ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા સીટ ઉપર વિજય થશે તો ગામ લોકો દ્વારા રામપીરના મંદિર ખાતે સાકર તુલા કરવામાં આવશે. આમ ગેનીબેન જીતી જતાં ગામ લોકોની માનતા પુરી થતાં સોમવારે ધરાધરા ગામે ગામલોકોએ એક સાથે મળી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની સાકર તુલા રાખવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના અધ્યક્ષ અમીરામભાઈ આસલ, વાવ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ઠાકરસીભાઈ રબારી, વાવ તાલુકા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ, મસાજી ઠાકોર, સરપંચ કાનજીભાઈ પટેલ, ધરાધરા દૂધ મંડળી ચેરમેન ગેમરસિંહ ગોહિલ, વિહાભાઈ દેસાઈ, ઓખાજી, વજરામભાઈ ઠાકોર, ભલાભાઈ સહિત મોટી સંખ્યામાં ધરાધરા ગામના યુવાનો, આગેવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો