તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટડાવ ગામમાં માર મારવાના કેસમાં બે આરોપીને સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના ટડાવ ગામે ખેતરમાં બાળકો કાળંગડા તોડી બગાડ કરતા હતા. જેને લઈ ગલાભાઈ પરમારે બાળકોના પિતાઓને ઠપકો આપતાં ઉશ્કેરાઈ જઇ ગલાભાઈ પરમારને ધારીયું તેમજ લાકડીથી માર મારી ઇજા કરી હતી. જે કેસ વાવ કોર્ટમાં ચાલી જતા બે આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો હતો.

વાવના ટડાવ ગામે ગલાભાઇ રાવતભાઈ પરમારના ખેતરમાં નાગજીભાઈ રાજાભાઈ પરમાર અને રાજાભાઈ તેજાભાઈ પરમારના બાળકો કાળંગડા તોડી બગાડ કરતા હતા. જેથી ગલાભાઈ પરમાર ઠપકો આપતાં બાળકોના પિતાઓ ઉશ્કેરાઈ ધારીયા, લાકડી વડે માર મારતાં ગલાભાઈ પરમારે નોંધાઈ હતી. જે કેસ વાવ નામદાર કોર્ટમાં ગુરુવારે ચાલી જતાં સરકારી વકીલ મનુભાઇ સોલંકીની રજૂઆતો ધ્યાને લઇ વાવ નામદાર કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કલ્પેશભાઈ નાડીયાએ નાગજીભાઈ રાજાભાઈ પરમારને ઇપીકો કલમ-323માં 1 વર્ષની સાદી કેદ તેમજ રાજાભાઈ તેજાભાઈ પરમારે ધારીયા વડે ઇજા કરેલી હોઇ તેને 2 વર્ષની સાદી કેદની સજા તેમજ બંનેને એક-એક હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...