તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવના રાછેણા ગામે પીવાનું પાણી ઓછું મળતું હોવાની રાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવ તાલુકા છેવાડે આવેલ રાછેણા ગામે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન આવતા સરપંચ દ્વારા વાવ મામલતદારને રજુઆત કરાઇ છે તેમજ ભૂતિયા કનેકશનો પણ દૂર કરેે તેમ જણાવ્યું છે.

રણની કાંધીએ આવેલ રાછેણા ગામે રામાસરાથી પીવાની પાઇપલાઇન દ્વારા પાણી અપાય છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી પાણીનો જથ્થો પૂરતો મળતો ના હોઇ રાછેણા ગામના મહિલા સરપંચ વી.કે.રાજપૂત દ્વારા વાવ મામલતદારને રજુઆત કરી છે તેમજ પીવાના પાણીની પાઇપલાઇનમાં આવેલ બિન અધિકૃત(ભૂતિયા) કનેક્શનો દૂર કરવા જણાવ્યું હતું. જેને લઇ ભૂતિયા કનેકશન ધરાવતાં ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...