ખેતરમાં ભેંસો ચરાવવા મુદ્દે ધમકી આપવાના કેસમાં 15 દિવસ સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેતરમાં ભેંસો ચરાવવાની ના પાડતાં જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં વાવ કોર્ટે આરોપીને 15 દિવસની સાદી કેદની સજાને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વાવ તાલુકાના કુંડાળીયા ગામના થાનાભાઈ જગસીભાઈ રાજપૂતના ખેતરમાં વાવેતર કરેલ હતું. તેમાં 30 ઓગષ્ટ-2014ના રોજ માવસરી ગામના સાંમાભાઈ વરજાગભાઈ રબારી ભેંસો ચરાવતા હોઇ થાનાભાઈ રાજપુતે ભેંસો ચરાવવાની ના પાડતાં સામાભાઈ રબારી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી હાથમાં રહેલ લાકડી માર મારવા ઉગરામી જાનથી મારી નાખવાની ધમકી આપી અંદાજે 6 હજારનું નુકશાન કરતા થાનાભાઇ રાજપુતે માવસરી પોલીસ મથકે સાંમાભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ વાવ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ. ગામીતની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના જ.મેં. યુ.એમ.આહિરે સાંમાભાઈ રબારીને 15 દિવસની સાદી કેદની સજા અને 100 રૂપિયાનો દંડ
ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...