તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાળોદરમાં ખેડૂતના છાપરામાં આગ લાગી : ઘરવખરી,રોકડ બળીને રાખ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ તાલુકાના નાળોદર ગામની સીમમાં ખેતરમાં ખેડૂત પરિવાર છાપરું કરી રહેતો હતો. છાપરામાં શનિવારે સાંજે આકસ્મિક આગ લાગતાં ઘરવખરી સાથે રોકડ રકમ પણ આગની લપેટમાં આવતા બળીને ખાખ થઇ ગયા હતા. આગ પર કાબુ મેળવે તે પહેલાં તો બધુંય સ્વાહા થઇ જતા ખેડૂતની હાલત કફોડી બની ગઈ હતી.

વાવના નાળોદર ગામની સીમમાં પ્રબતાભાઈ હરખાભાઈ પંચાલ (લુહાર) પોતાના લોવરિયા નામના ખેતરમાં છાપરું કરી રહેતો હતો. શનિવારની સાંજના છ થી સાત વાગ્યાના સુમારે પોતે ડેરીએ દૂધ ભરાવા ગયેલ હતા. ત્યારે આકસ્મિક છાપરામાં આગ લાગતા છાપરમાં પડેલ ઘરવખરી સહિત પેટીમાં પડેલ રોકડ રકમ 50 હજાર પણ આગની લપેટમાં આવી જતા રૂપિયા પણ બળી ગયા હતા. આ અંગે ખેડૂત પ્રબતાભાઈ પંચાલએ જણાવ્યું હતું કે ‘હમણાં ગવાર વેચાણ કરેલ હતો. પુત્રવધુ માટે ચાંદીના દાગીના બનાવી લઇ જવાના હતા. રૂપિયા બળી ગયા સાથે-સાથે છાપરમાં પડેલ ખોળ-બાજરી સહિત ઘરવખરી પણ બળી ગઇ છે. રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો