તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચની શરૂઆતમાં સિંચાઇ માટે નર્મદાનું પાણી બંધ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં કેનાલો દ્વારા નર્મદાનું અપાતું સિંચાઇનું પાણી માર્ચ મહિનાની શરૂઆતમાં બંધ કરાશે તેવું નર્મદા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. જેને લઇ 3 જિલ્લાના 637 થી વધુ ગામની 4.35 લાખ હેક્ટર જેટલી જમીનમાં ઉનાળુ વાવેતર કરવું મુશ્કેલ બનશે.

ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ વાટે અપાતું પાણી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી જ અપાય છે અને માર્ચ મહિનાથી આ પાણીનો સપ્લાય કેનાલોમાં બંધ કરાય છે. નર્મદા વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે પણ માર્ચ મહિનાની શરૂઆતમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરાશે. નર્મદાનું સિંચાઇનું પાણી બંધ કરાશે તો મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 4,35,643 હેક્ટર જેટલી જમીન પ્રભાવીત થશે.

નર્મદા આધારિત થતી સિંચાઇ

જિલ્લો તાલુકા ગામડા હેક્ટરમાં

મહેસાણા 03 127 62,568

પાટણ 05 278 2,05,088

બનાસકાંઠા 05 232 1,67,987
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો