તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવ તાલુકાના મનરેગા યોજનાના કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાવ તાલુકાના મનરેગા યોજનાના કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઇ મંગળવારે અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા.આ પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે માટે તાલુકા પંચાયતમાં આવેદન આપ્યું હતું.

વાવ તાલુકાના મનરેગા યોજના કર્મીઓએ મંગળવારે તાલુકા પંચાયત કચેરીએ મ.તા.વિ.અધિકારી ભરતભાઇ ત્રિવેદીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ભારત સરકારની ગરીબોના ઉત્થાન માટેની મહત્વકાંક્ષી યોજનામાં છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરીએ છીએ.સરકારની પંચસ્તંભ યોજનાના અમલીકરણમાં પાયાની ભૂમિકા ભજવીએ છીએ છતાં અમારા કામના પ્રમાણમાં મહેનતાણું ઘણું જ ઓછું મળે છે.અમારા કુટુંબનું આવી કારમી મોંઘવારીમાં ભરણપોષણ કરવું દોહ્યલું બની રહ્યું છે. 15 ટકાનો વધારો પણ આપવામાં આવ્યો નથી. મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોના દૈનિક વેતનમાં 100 થી 194 સુધીનો વધારો કરવામાં આવ્યો છે તો અમારા પ્રત્યે અન્યાય કેમ ω પંચસ્તંભ યોજનાના એજ કેડરના કર્મીઓના પગારમાં પણ વિસંગતા કેમ. હાઇકોર્ટના આદેશોનો અમલ થાય તેવી અમારી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો