વાવકમાં પશુઓ માટે ઘાસડેપો શરૂ કરવા ખેડૂતોની માગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકામાં વાવણી લાયક વરસાદ પડ્યો નથી હાલ પણ વરસાદના અણસાર દેખાતા નથી કેનાલોમાં પાણી બંધ છે.જેને લઈ સત્વરે આ સરહદી પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ઘાસવાડા શરૂ કરાય તેવી માંગ ઉઠી છે.

દૈયપ ગામના મહિલા સરપંચ નિલાબાઈ પુથ્વીદાન ગઢવીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે ઉનાળામાં કેનાલો બંધ રહેતાં ખેડૂત ભાઈઓ ઘાસચારો ઉગાડી શક્યા નથી વારંવાર પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.પશુઓ પાણી માટે વલખાં મારે છે.

અન્ય સમાચારો પણ છે...