બરડવીની મહિલા સાથે દુષ્કર્મ ,પતિને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના બરડવી ગામની મહિલા પોતાના ઘરમાં બાળકને ખવડાવતી હતી. દરમિયાન ગામના જ શખ્સે મહિલા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. દરમિયાન મહિલાનો પતિ આવતા શખ્સે મહિલાના પતિને પેટમાં પાટુ માર્યુ હતુ. જને લઇ તેઓ બેભાન થઇ ગયા હતા. આ અંગે મહિલાએ માવસરી પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પોતાના ઘરના ઓરડામાં પોતાના બાળકને ખાવા ખવડાવતી હતી. ત્યારે ગામનો જ પરબતભાઇ કમાભાઈ રબારી એકલતાનો લાભ લઇ ઓરડામાં ઘુસી ઓરડો બંધ કરી મહિલાનું મોઢું દબાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતાં મહિલાનો પતિ ખેતરેથી ઘરે આવી ચડતાં ઓરડો ખોલતાં પરબતભાઇ રબારીએ મહિલાના પતિને પેટમાં પાટુ માર્યું હતું. જેને લઇ તેઓ બેભાન થતાં 108 મારફતે થરાદ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલાએ માવસરી પોલીસ મથકે પરબતભાઇ કમાભાઈ રબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...