તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • બનાસકાંઠામાં 17.02% અને પાટણમાં 19.43% વરસાદની ઘટ સામે 92.34% અને 77.73% વાવેતર

બનાસકાંઠામાં 17.02% અને પાટણમાં 19.43% વરસાદની ઘટ સામે 92.34% અને 77.73% વાવેતર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ જરૂરિયાત કરતા 14 થી 19 ટકા ઓછો વરસાદ રહ્યો છે ત્યારે વાવેતર પણ ખેંચાઈ રહ્યું છે. જેમાં મહેસાણા જિલ્લામાં 40% વરસાદની સામે 14.67% ઘટ છે ત્યારે માત્ર 48.50 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. ચાલુ સાલે મહેસાણા જિલ્લામાં તંત્ર અંદાઝ કરતા ઓછું વાવેતર થવાનો ભય સેવાઇ રહ્યો છે. પાટણ જિલ્લામાં વરસાદની 19.43% ઘટ સાથે 77.73% વાવેતર થયું છે. બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં 17.02% વરસાદની ઘટ સામે 92.34% વાવેતર, સાબરકાંઠા જિલ્લામાં 10.06% વરસાદની ઘટ સામે 92.37% વાવેતર તેમજ અરવલ્લી જિલ્લામાં 16.35% વરસાદની ઘટ સામે 85.18% વાવેતર થયું છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓગસ્ટ માસના અંતે વાવેતર પૂર્ણ થઈ શકે તેમ છે.

મહેસાણામાં 14.67% ઘટ સામે 48.50 ટકા વિસ્તારમાં વાવેતર
19 ઓગસ્ટ સુધી વાવેતરની સ્થિતિ

જિલ્લો કુલ વાવેતર થયેલું વાવેતર બાકી

મહેસાણા 279248 135447 143801

પાટણ 337490 262336 75154

બનાસકાંઠા 530298 489710 40588

સાબરકાંઠા 231423 213777 17646

અરવલ્લી 204260 173995 30265

કુલ 1582719 1275265 307454

નોંધ : વાવેતર વિસ્તાર હેક્ટરમાં દર્શાવાયો છે.
પાક પ્રમાણે થયેલું વાવેતર (હેક્ટરમાં)
પાક વાવેતર

ડાંગર 10316

બાજરી 78185

જુવાર 16773

મકાઈ 51302

અન્ય ધાન્ય 249

તુવેર 11367

મગ 21717

મઠ 918

અડદ 56376

અન્ય કઠોળ 1308

મગફળી 220064

તલ 9538

દિવેલ 91919

સોયાબીન 23572

કપાસ 248658

તમાકુ 20

ગુવાર 74851

શાકભાજી 38127

ઘાસચારો 317226

વરિયાળી 2585

શણ 194

કુલ 1275265

ઉત્તર ગુજરાતમાં વરસાદની સ્થિતિ

જિલ્લો સરેરાશ કેટલો છે ઘટ

મહેસાણા 40% 25.33% 14.67%

પાટણ 43% 23.57% 19.43%

બનાસકાંઠા 45% 27.98% 17.02%

સાબરકાંઠા 55% 44.94% 10.06%

અરવલ્લી 70% 53.95% 16.35%

નોંધ :- સરેરાશ વરસાદ છેલ્લા 5 વર્ષ ના થયેલા વરસાદના આધારે નક્કી કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...