તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • વાવમાં વરસાદ ખેંચાતાં ઘાસચારાની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ

વાવમાં વરસાદ ખેંચાતાં ઘાસચારાની વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકામાં વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. જેને લઇ અમુક જગ્યાએ લોકોએ નર્મદા કેનાલના ભરોસે વાવેતર પણ કરી નાખ્યા છે પણ ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક બાજુ કેનાલોમાં પાણી બંધ બીજી બાજુ વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. અધૂરામાં પૂરું સરકાર દ્વારા પણ હજુ ઘાસની વ્યવસ્થા કરાઇ નથી. જેને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છે. ચાલુ મોસમનો વાવમાં હજી સુધી એક ઇંચ પણ વરસાદ પડ્યો નથી. બીજી બાજુ કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોએ કેનાલના ભરોસે વાવેતર કરી નાખ્યું છે. વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. જેને લઇ પાકો મુરજાઇ રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત વાવ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...