તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • ઢીમા બસ પીકઅપ સ્ટેશન પરના દબાણો દૂર કરવા છ દબાણદારોને નોટિસ

ઢીમા બસ પીકઅપ સ્ટેશન પરના દબાણો દૂર કરવા છ દબાણદારોને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામે એસટી નિગમની જગ્યા પર દબાણદારોએ દબાણ કરી નાખેલ હોઇ એસટી વિભાગને ત્યાં એસટી પીકઅપ સ્ટેશન બનાવવા માટે જગ્યા ખાલી કરાવવા પંચાયતને લેખિત રજુઆત કરતા પંચાયત દ્વારા છ જેટલા દબાણદારોને નોટિસ આપી સાત દિવસમાં દબાણો ખુલા કરવાની નોટિસો અપાઇ હતી.

ઢીમામાં બનાવેલ પીકઅપ સ્ટેન્ડ જર્જરિત થઇ ગયેલ છે. જ્યાં લારી-ગલ્લાવાળાઓએ દબાણો કરેલ છે. જે જગ્યા પર એસટી નિગમ દ્વારા નવીન પીકઅપ સ્ટેશન બનાવવાનું હોઇ તેમની જગ્યામાં દબાણો થઇ ગયેલ હોઇ ઢીમા ગ્રામ પંચાયતને લેખિત રજુઆત કરી દબાણો હટાવવા જણાવતા પંચાયત દ્વારા દબાણદારોને નોટિસો આપી સાત દિવસમાં દબાણો હટાવી લેવા સૂચના અપાઇ છે નહિતર પંચાયત દ્વારા દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...