• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • મારામારીના કેસમાં વાવ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખની ધરપકડ

મારામારીના કેસમાં વાવ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલની જુના મારમારવાના કેસમાં પોલીસે શનિવારે સવારે તેમના ઘરે જઈ તેમની ધડપકડ કરતાં ભારે ઉત્તેજનાના દશ્યો જોવા મળ્યા હતા.સમર્થકો પોલીસ મથકે દોડી આવી રાજકીય કિન્નાખોરીથી તેમની ધડપકડ કરવામાં આવી છે તેવા આક્ષેપો કરાયા હતા.

બે વર્ષ પહેલાં માર મારવાના કેસમાં વાવ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલ સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં ધનજીભાઈ ગોહિલ અને તેમના ભાઈ આંબાજી ગોહિલના નામ આવતા પોલીસે તપાસ કરી સમરી ભરી હતી જે સમરી કોર્ટેએ રદ કરી હતી જેને લઈ પોલીસ દ્વારા શનિવારે સવારે તેમની ધડપકડ કરી પોલીસ મથકે લાવતાં તેમના સમર્થકો દોડી આવ્યા હતા ને રાજકીય કિન્નાખોરીથી થયું હોવાના આક્ષેપો કરાયા હતા તેમને વાવ કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે એ થરાદ સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ‘નર્મદાના પાણી માટે ખેડૂતના નાતે રસ્તા રોકો આંદોલન હક્ક માગવા કર્યું હતું. તેમાં ધનજીભાઈ ગોહિલ ખેડૂત આગેવાન હોઈ જોડાયા હતા. આંદોલન બાદ બીજા દિવસે જુના કેસમાં ધનજીભાઈની ધરપકડ કરી રાજકીય કિન્નાખોરી પગલું ભર્યું હોય તેવું લાગે છે

અન્ય સમાચારો પણ છે...