ઇડરના રેવાસમાં ખેતર ખેડવા મામલે મારામારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરના રેવાસમાં બુધવારે ખેતર ખેડવાના મામલે તકરાર થતાં લાકડી અને દાતરડા જેવા હથિયાથી મહિલા સહિત બેને ઇજા થઇ હતી. જેને લઇ ઇડર પોલીસે ચાર જણા વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ખેતરમાં બાજરીનું વાવેતર કરેલ હોઇ બુધવારે મધૂબેન ખેતરમાં ગયા હતા. ઇશ્વરભાઇ રેવાભાઇ પટેલ ટ્રેક્ટર લઇને ખેતર ખેડવા આવેલા હોઇ મધૂબેને કહ્યું કે, ખેતર અમારી માલિકીનું છે તમારા જમાઇના કુટુંબીઓનું નથી. ખેતરોમાંથી ધર્મેન્દ્ર પટેલ, જ્યંતી પટેલ, મણા પટેલ, હર્ષદ પટેલ, જયેશ પટેલ, ગંગાબેન પટેલ, ઉર્મીલાબેન પટેલ, જયાબેન પટેલ અને તારાબેન પટેલ હાથમાં લાકડીઓ, દાતરડુ, કોદાળી લઇ આવી ચઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...