તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવમાં સંગીતમય શ્રીમદ્દ ભાગવત કથાનો શુભારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવમાં આવેલ પૂર્ણશ્વર મહાદેવના મંદિરે સંગીતમય શ્રીમદ્દ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેને લઇ કથાનું રસપાન કરવા બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રાવણ માસ ચાલતો હોઇ વાવ હાઇવે રોડ પર પોલીસ મથક પાસે આવેલા પૂર્ણશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ભક્તો દ્વારા સંગીતમય શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે શુક્રવારે વાવ હિગળાજ માતાજીના મંદિરથી કળશ યાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. શુક્રવારથી બપોરના 2.15થી 5.15 ત્રણ કલાક મનોહરદાસ બાપુ શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા અઠવાડિયું ચાલશે. તસવીર-રાણાજી વેંજીયા

અન્ય સમાચારો પણ છે...