વાવ તા. પં. પ્રમુખને ટીડીઓએ તપાસની ખાત્રી આપતાં ઉપવાસ મોકૂફ

Vav - વાવ તા. પં. પ્રમુખને ટીડીઓએ તપાસની ખાત્રી આપતાં ઉપવાસ મોકૂફ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:15 AM IST
વાવ તાલુકાના પડતર પશ્ર્નો તેમજ ભષ્ટાચાર બાબતે તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપુતે પ્રતીક ઉપવાસને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પડતર પશ્ર્નો તેમજ તપાસ કરવાની લેખિત બાંહેધરી આપતા પ્રમુખે પ્રતિક ઉપવાસ પર ઉતરવાનું ટાળ્યું છે.

ભાજપ શાસિત વાવ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રાજપુતે પ્રતીક 11 સપ્ટેમ્બરના રોજ ઉપવાસ પર ઉતરવાની લેખિત રજુઆત કરતા જિલ્લા વહીવટીતંત્ર હચમચી ઉઠ્યું હતું.વાવ તાલુકા વિકાસ અધિકારીએ લેખીત ખાતરી આપી હતી કે શિક્ષકો ભરતી કરવામાં આવશે ત્યારે વાવ તાલુકામાં ભરતી કરાશે.વાવના એસ બી એમ યોજનાની તપાસ અમે ટેક્નિકલની ટિમો બનાવી તપાસ કરાવી અહેવાલ રજૂ કરીશું.બ્લોક કો.ઓર્ડીનેટરની તાત્કાલિક બદલી કરવામાં આવશે.આયોજન મંડળનુ એલ ઇ ડી લાઈટોનુ જે ટેન્ડર પાડવામાં આવ્યુ છે તે રદ કરવામાં આવ્યુ છે.કામો બાબતે સક્ષમ કક્ષાએની રજુઆત મુજબ તપાસ કરવામાં આવશે .પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહી ગયેલા સાચા લાભાર્થીઓને સર્વેમાં સમાવેશ કરાશે.

X
Vav - વાવ તા. પં. પ્રમુખને ટીડીઓએ તપાસની ખાત્રી આપતાં ઉપવાસ મોકૂફ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી