વાવમાં શ્રાવણ માસના પ્રથમ દિને શિવમંદિરોમાં પૂજા કરાઇ

વાવમાં શ્રાવણ માસના પ્રથમ દિને શિવમંદિરોમાં પૂજા કરાઇ

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:15 AM IST
વાવ | હિન્દુઓના પ્રવિત્ર માસ શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. જેને લઇ ભક્તો શિવમંદિરોમાં પૂજા-અર્ચના કરી રહ્યા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને પ્રથમ દિવસે શિવાલયો હરહર મહાદેવ ભમભમ ભોલેના શંખનાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાવના પૌરાણિક કપિલેશ્વર મહાદેવના મંદિરે ભક્તોએ વહેલી સવારથી પૂજા-અર્ચના કરી હતી. વાવનું કપિલેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં પાંડવોએ વનવાસ સમયે અહીં પૂજા કરી હતી. ત્યારબાદ કપિઋષિએ પણ અહીં પૂજા કરી હોવાથી કપિલેશ્વર નામ પડ્યું હોવાની લોકવાયકા પણ છે. તસવીર-રાણાજી વેંજીયા

X
વાવમાં શ્રાવણ માસના પ્રથમ દિને શિવમંદિરોમાં પૂજા કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી