ખેડૂતોએ ફેરામેનટ્રેપના ઉપયોગથી ગુલાબી ઇયળ પર કાબુ મેળવ્યો

કૃષિ ભાસ્કર િવશેષ | વડાલીના થેરાસણાના ખેડૂતો50 થી 60 ની કિમતની ફેરામન ટ્રેપ રૂ. 15માં પડી : એક એકરમાં માત્ર રૂ. 150નો ખર્ચ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
ખેડૂતોએ ફેરામેનટ્રેપના ઉપયોગથી ગુલાબી ઇયળ પર કાબુ મેળવ્યો
વડાલીના થેરાસણા ગામના ખેડૂતોએ કપાસમાં ગુલાબી ઇયળના ઉપદ્રવને નાથવા ગત વર્ષે બે ખેડૂતોએ કરેલ ફેરામન ટ્રેપના પ્રયોગને અપનાવી સેવા સહકારી મંડળીના સહયોગથી સામૂહિક ખરીદી કરી નવતર પ્રયોગ કર્યો છે અને અન્ય ગામ માટે પણ પથદર્શક બન્યા છે. આ પ્રયોગથી ગુલાબી ઇયળ પર 60 ટકાથી વધુ નિયંત્રણ લાદી શકાય છે અને પ્રતિ એકર માત્ર રૂ. 150 નો ખર્ચ થાય છે.

વડાલી તાલુકો જિલ્લામાં કૃષિક્ષેત્રે અનોખુ સ્થાન ધરાવે છે અહીના ખેડૂતો નવા પ્રયોગ કરતા ખચકાતા નથી છેલ્લા કેટલાક વર્ષોથી કપાસની ખેતીમાં ગુલાબી ઇયળનો ત્રાસ વધી ગયો છે અને ખેડૂતોને નુકશાન પણ થઇ રહ્યુ છે જેને કારણે કેટલાક ખેડૂતો કપાસથી વિમુખ થઇ રહ્યા છે. મોંઘીદાટ જંતુનાશક દવાઓના ઉપયોગ બાદ પણ ગુલાબી ઇયળોના નિયંત્રણ મામલે પરીણામ મળતુ નથી વર્ષો પહેલા કૃષિ નિષ્ણાંતોએ સૂચવેલ જૈવિક નિયંત્રણને સાચા અર્થમાં થેરાસણા ગામના ખેડૂતોએ અપનાવ્યુ છે.

ગામના ખેડૂત રમેશભાઇ પટેલે વિગત આપતા જણાવ્યુ હતુ કે ગત વર્ષે ગામના બે ખેડૂતોએ ફેરામન ટ્રેપનો પ્રયોગ કર્યો હતો અને ગુલાબી ઇયળના નિયંત્રણમાં 60 ટકાથી વધુ સફળતા મળી હતી જેને લઇને આ વર્ષે કપાસનું વાવેતર કરનાર ગામના 150 ખેડૂતોએ ફેરામેન ટ્રેપ લગાવવાનુ નક્કી કર્યુ અને ગામની સેવા સહકારી મંડળીના માધયમથી ફેરામન ટ્રેપની બલ્કમાં ખરીદી કરતાં રૂ. 50 થી 60 ના ભાવે પડતી કીટની ખરીદી રૂ. 30 માં પડી જેમાં 50 ટકા સેવા સહકારી મંડળી ભોગવશે અને ખેડૂતને માત્ર રૂ. 5 માં મળી છે. મંડળીએ 2700 કીટની ખરીદી કરી છે.

તેમણે ફેરામન ટ્રેપ કેવી રીતે કામ કરે છે તે અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ફેરામન સુગંધીદાર ગોળી મૂકેલ હોય છે તેની સુગંદથી ગુલાબી ઇયળના ઇંડા મૂકતી ખાખી રંગની માખી અાકર્ષાઇને ટ્રેપમાં આવીને ફસાઇ જાય છે આ માખી પ્રતિદિન 400 ઇંડા મૂકતી હોય છે. અેક એકરમાં રૂ. 150 જેટલો ખર્ચ આવે છે અને સુગંધીદાર ગોળી દર 28 દિવસે બદલવી પડે છે જેની કિમત 5 રૂ. છે. એક એકરમાં દસેક કીટ લગાવવી પડે છે અને ગુલાબી ઇયળ પર 60 ટકા થી વધુ નિયંત્રણ મેળવી શકાય છે જે એકર દીઠ રૂ. 10 હજારની દવાઅોનો છંટકાવ કરવા છતા મેળવી શકાતુ નથી. આખા ગામે નવતર પ્રયોગ કરી સામૂહિક ખરીદી કરી અન્ય ગામ માટે પણ પથદર્શક બનવાનુ કામ કર્યું છે.

X
ખેડૂતોએ ફેરામેનટ્રેપના ઉપયોગથી ગુલાબી ઇયળ પર કાબુ મેળવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App