Home » Uttar Gujarat » Palanpur District » Vav » Vav - પાણી મુદ્દે 300 ખેડૂતોના નર્મદા વિભાગની કચેરીએ ધરણાં

પાણી મુદ્દે 300 ખેડૂતોના નર્મદા વિભાગની કચેરીએ ધરણાં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:11 AM

વાવના રાછેણા ગામના ખેડૂતોની ચીમકી, કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં અપાય ત્યાં સુધી ઉપવાસ

  • Vav - પાણી મુદ્દે 300 ખેડૂતોના નર્મદા વિભાગની કચેરીએ ધરણાં
    વાવ તાલુકાના રણની કાંધીને અડીને આવેલા રાછેણા ગામના ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી ન મળતા આખરે થરાદ ખાતે શનિવારે નર્મદા કચેરી ખાતે આમરણાત ઉપવાસ પર બેઠા હતા.જને લઈ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

    રાછેણા ગામના ખેડૂતોને પાણી કેનાલ બન્યા બાદ હજુ સુધી પાણી મળ્યું નથી તેમજ ચાલુ વર્ષે વરસાદ પણ પડ્યો નથી. આથી પાક પર સંકટ આવી ગયું છે.પાણી વિના ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાતાં અને કેનાલમાં પાણી ના મળતાં રાછેણા ગામના ખેડૂતો થરાદ ખાતે નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આગામી સમયમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

    ખેડૂતોની રજૂઆતો ન સાંભળતાં નર્મદા કચેરી ખાતે ખેડૂતો આમરણાત ઉપવાસ પર બેઠા હતા.તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ