Home » Uttar Gujarat » Palanpur District » Vav » Vav - ચોથરનેસડા કેનાલ 3 દિવસ પહેલાં તૂટી હતી ત્યાં જ 30 ફૂટનું ફરી ગાબડું

ચોથરનેસડા કેનાલ 3 દિવસ પહેલાં તૂટી હતી ત્યાં જ 30 ફૂટનું ફરી ગાબડું

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:10 AM

વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ત્રણ દિવસ પહેલા ચોથરનેસડા...

  • Vav - ચોથરનેસડા કેનાલ 3 દિવસ પહેલાં તૂટી હતી ત્યાં જ 30 ફૂટનું ફરી ગાબડું
    વાવ તાલુકાના ટડાવ ગામની સીમમાંથી પસાર થતી ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ત્રણ દિવસ પહેલા ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ટડાવ ગામની સીમમાં ચોટીલ જવાના રોડ પર આવેલ કેનાલના કુવા પાસે ગાબડું પડ્યું હતું. જેનું માટીકામ થયું હતું અને આરસી કામ બાકી હતું. ત્યારે શુક્રવારે રાત્રે કોઇકે ગેટ ખોલી પાણી છોડી મુક્તા ફરીથી તેજ જગ્યાએ 30 ફૂટનું ગાબડું પડ્યું હતું અને બાજુમાં આવેલ ખેતર બેટમાં ફેરવાઇ ગયું હતું.જેને લઈ ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

    આ અંગે ટડાવ ગામના સરપંચ પ્રવીણ રાઠોડએ જણાવ્યું હતું કે ‘આ કેનાલમાં જાણ બહાર પાણી છોડવામાં આવ્યું છે. માટીકામ થયેલ હતું છતાં પાણી છોડવામાં આવ્યું તે ગેટમેનની જવાબદારી આવે. પહેલા તંત્ર પોતાની જવાબદારી નક્કી કરે જેણે પાણી છોડ્યું તેના વિરુદ્ધ કાર્યવાહી કરે. કુવા પાસે 9 ફૂટ આ કેનાલની હાઇટ હોવા છતાં પથ્થર પ્લેસિંગ કરી રિપેરીગ કરવામાં આવે નહિતર ફરીથી તૂટવાની શકયતા રહેશે.’

    રાણાભાઇ શંકરભાઇ ઢેમેચાએ જણાવ્યું હતું કે ‘ગેટમેન પૈસાની માંગણી કરે છે. કોઇપણ શીડયુલ વગર પાણી મૂકે છે તેવા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા.’

    વાવની ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરી શુક્રવારે રાત્રે બીજી વખત કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યું હતું. તસવીર-ભાસ્કર

    કઇ કેનાલમાં ક્યારે ગાબડું પડ્યું

    7 ઓગષ્ટ- થરાદ તાલુકાના ચારડા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં કેનાલની ટાંકી પાસે 8 ફુટનું ગાબડું

    27 ઓગષ્ટ- ડેડાવા સીમમાં ચાળા માઇનોરમાં ગાબડું

    28 ઓગષ્ટ- ભાભરના મીઠા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ત્રણ ફૂટનું ગાબડું

    29 ઓગષ્ટ- થરાદના શેરાઉ ગામની સીમમાં પસાર થતી દૈયપ કેનાલમાં 15 ફૂટનું ગાબડું

    2 સપ્ટેમ્બર- ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરીમાં 15 ફૂટનું ગાબડું

    4 સપ્ટેમ્બર- ચોથરનેસડા ડિસ્ટ્રીબ્યુટરીમાં 30 ફૂટનું ગાબડું

    8 સપ્ટેમ્બર-સૂઇગામની મોરવાડા માઇનોર-1 કેનાલમાં 10 ફૂટનું ગાબડું

    10 સપ્ટેમ્પર- ફાંગડી સીમમાં 10 ફૂટનું ગાબડું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ