Home » Uttar Gujarat » Palanpur District » Vav » Vav - વાવની માલસણ કેનાલમાં પાણી બંધ કરાતાં રોષ

વાવની માલસણ કેનાલમાં પાણી બંધ કરાતાં રોષ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:10 AM

Vav News - એક બાજુ સરકાર દ્વારા જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાતો કરે છે, તો બીજી બાજુ માલસણ કેનાલમાં...

  • Vav - વાવની માલસણ કેનાલમાં પાણી બંધ કરાતાં રોષ
    એક બાજુ સરકાર દ્વારા જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઇ માટે પાણી આપવાની જાહેરાતો કરે છે, તો બીજી બાજુ માલસણ કેનાલમાં શુક્રવારે રાત્રે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. હજી છેવાડે આવેલ રાછેણા, લોદ્રાણી, નાળોદર, અસારા, બુકણા, ગોલગામ, ચોથરનેસડા જેવા ગામોને હજી સુધી પાણી મળ્યું નથી. જ્યારે દેથળી, મોરીખા અને ધરાધરા ગામના ખેડૂતોએ તો પાણી નહીં મળે તો સામુહિક આત્મદાહની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પાણી આપવાની જાહેરાતો કરે છે પણ છેવાડે સુધી હજી પાણી ન મળતા પાકો બળી રહ્યા છે. જેને લઇ પ્રશ્ન ઉભો થાય છે કે શું, કેનાલના અધિકારીઓ પણ સરકારને ગાંઠતા નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ