તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢીમામાં પંચાયતના સભ્યે જ દબાણ કરતાં વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાધામે દબાણનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે હાલ ખુદ પંચાયતના સભ્ય દ્વારા દબાણ કરવામાં આવતું હોઇ વિવાદ વકર્યો છે. જેને લઇ ઢીમા ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને નોટિસો આપવાની તજવીજ હાથ ધરાઇ છે.

વાવ તાલુકાના ઢીમા પંચાયત દ્વારા અગાઉ બસ સ્ટેશન પરના દબાણો હટાવ્યા હતા. વાવના યાત્રાધામ ઢીમાધામે અગાઉ નવીન રોડ બનાવવામાં આવેલ છે. જે રોડ બ્લોક કરી તેની બાજુમાં ઢીમા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય કમળાબેન ચેનદાસ સાધુ દ્વારા બાંધકામ ચાલુ કરેલ અને રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતાં વિવાદ ચાલી રહ્યો છે. ઢીમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હર્ષાબેન સેવકે જણાવ્યું હતું કે ‘દબાણદારોને નોટિસો આપી કડક પગલાં ભરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...