• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Vav
  • વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક વ્યક્તિએ ગામમાં શંકર ભગવાનના

વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક વ્યક્તિએ ગામમાં શંકર ભગવાનના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક વ્યક્તિએ ગામમાં શંકર ભગવાનના મંદિરમાં દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી માતા-પાર્વતીની મૂર્તિ તેમજ પૂજાનો સમાન કૂવામાં નાખી દીધો હતો.આ અંગે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભાટવરવાસ ગામે ભગવાન શંકરનું ભવ્ય મંદિર આવેલ છે. તે મંદિરમાં ભાટવરવાસ ગામનો પ્રભુરામ ગંગારામ પ્રજાપતિ (ડોડગામા) એ શુક્રવારે રાતે મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી માતા પાર્વતીની મૂર્તિ નાગ, જલધારી સહિત પૂજાનો સમાન લઇ નજીક કૂવામાં નાખી દીધો હતો તેમજ પક્ષીઓના ચણ માટે આવેલ બાજરીની ત્રણ બોરી પણ ઢોળી નાખી દીધી હતી. સવારે પૂજારી આવ્યો ત્યારે ખબર પડતાં ગામના આગેવાનો ભેગા મળી નાગજીભાઈ રતનશીભાઈ બ્રાહ્મણે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પૂજારી બળદેવગીરી શિવગીરી ગૌસ્વામી (રહે.નાળોદર,તા.વાવ)એ જણાવ્યું હતું કે ‘શુક્રવારે પાંચ વાગે પ્રભુરામ ગંગારામ પ્રજાપતિ (ડોડગામા) મારા ઘરે આવી તું શિવ મંદિરમાં પૂજા ન કરતો તો મેં કહેલ કે ગામલોકોએ મને પૂજા કરવા કહેલ જેથી પૂજા કરવાનો છું તેમ કહેતા તેણે કહેલ કે તું પૂજા કરીશ તો હું મંદિરની મૂર્તિ કાઢીને નાખી દઈશ તેમ કહેતા ગામ લોકોને તે દિવસે વાત કરેલ હતી અને તેના કાકાને પણ વાત કરી હતી તે રાતે તેણે આવું કૃત્ય કરવાનું કહેલું.

અન્ય સમાચારો પણ છે...