તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરની ઓસરીમાં ખાટલામાં સૂઇ રહેલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરની ઓસરીમાં ખાટલામાં સૂઇ રહેલા ઓટો કન્સલ્ટના વેપારીની ગત રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના 6 ઘા ઝીંકી હત્યા કરતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ હત્યા માટે કોઇના પર શક બતાવ્યો નથી, પરંતુ ગામલોકોમાં આંગડિયાની લૂંટના પૈસા મામલે ઘટના ઘટી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

કહોડા ગામે ગઢવાસમાં રહેતા અને મિત ઓટો કન્સલ્ટનો વ્યવસાય કરતા રાજપૂત દિલીપસિંહ વિનુજી (32)ની પત્ની સુવાવડ ઉપર પિયર ગયેલી હોઇ એકલા શનિવારે રાત્રે પોતાના ઘરની ઓસરીમાં ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો. રવિવારે સવારે પડોશમાં રહેતાં લોકોએ ઓસરીમાંથી લોહીનો રેલો રોડ ઉપર આવેલો જોઈ અંદર જોતાં તેને ભોંયતળિયે લોહીના ખાબોચિયામાં પડેલો જોઇ તેના વાલી વારસોને જાણ કરી હતી. ઊંઝા પોલીસને ઘટનાની જાણ કરાતાં પીઆઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તપાસમાં દિલીપસિંહ રાજપૂતને માથા, કપાળ, દાઢી અને છાતીના ભાગે તિક્ષણ હથિયારના ઘાના નિશાન જણાઇ આવતાં હત્યા થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...