તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Vav
 • Vav News In Terms Of Technology Market Share Is Lower Than Other States Gujarat Is At The Top In Terms Of Road Water Access Faster Payment Convenience 074532

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી બાબતે, માર્કેટ સેસ અન્ય રાજ્યો કરતા નીચી, રસ્તા-પાણીની સુવિધા, ઝડપી પેમેન્ટ સગવડ બાબતે ગુજરાત ટોચ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના ખેડૂતો ચાર-ચાર બંગડી વાળી ગાડીમાં ફરી રહ્યાં છે તેમ કહેવું ખોટનું નથી. દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત ખેડૂતો ઘણાં સમૃદ્ધ છે. ખાસ કરીને ખેડૂતો અલગ-અલગ પાકોનું ઉત્પાદન તો કરે છે પરંતુ તેની સાથે-સાથે તેઓને યોગ્ય અને સુદ્રઢ વેચાણ માળખું પણ મળી રહે છે જેના કારણે ગુજરાતના ખેડૂતોને દેવામાફીની જરૂર નથી એટલું જ નહિં કમાણીના માધ્યમમાં પણ દેશના તમામ રાજ્યોમાં ખેડૂતોની માસિક આવકમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ મળીને કુલ નાના-મોટા 450થી વધુ માર્કેટિંગ યાર્ડ્સ આવેલા છે. મોટા ભાગના તમામ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા રસ્તા, વિજળી, પાણી, ખેડૂતો માટે ગેસ્ટહાઉસ, ટોકન દરે ભોજનની વ્યવસ્થા ઉપબ્ધ છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં સારા રસ્તાનો અભાવ, ખેડૂતો માટેની અપુરતી વ્યવસ્થા ઉપરાંત સારા ભાવ અપવાવાનો પ્રશ્ન, પેમેન્ટની અસુવિધા વગેરે જેવા અનેક કારણોથી ખેડૂતો પીસાઇ રહ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો પાયાની સુવિધા પણ ખેડૂતોને મળતી નથી ત્યારે આવા સંજોગોમાં ગુજરાતનો ખેડૂત ધણો નસીબદાર છે તેમ કહેવું ખોટું નથી.

ગુજરાતના ખેડૂતો દેવા માફીની જરૂર નથી પરંતુ ખેડૂતોની પાયાની જરૂરીયાતોમાં પાણી, વિજળી, ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ, જંતુનાશક દવા તેમજ ખાતરની છે. આ ઉપરાંત ટેકાના ભાવથી યોગ્ય માત્રામાં ખરીદી થાય તો ખેડૂતોને દેવા માફી જોઇતી નથી આપોઆપ સમૃદ્ધ છે અને રહેશે તેવું મોટા ભાગના ખેડૂતોનું કહેવું છે. ખેતી સમયે યોગ્ય પાણી અને વિજળી મળી રહે તેવી માગ રહે છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે કેમકે તેઓ હવે ચીલાચાલુ ખેતીના બદલે ટેક્નોલોજી આધારિત ખેતી કરતા થયા છે એટલું જ નહિં દેવાની વાત છે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા અન્ય રાજ્યો કરતા ઓછા છે અને દેવા ચૂકવણીમાં પણ ગુજરાતના ખેડૂતો આગળ પડતા રહ્યાં છે.

ગુજરાતના ખેડૂતોને અન્ય રાજ્યોની તુલનાએ સવલત પણ વધુ મળી રહે છે. સરકારનું કહેવું છે કે ગુજરાત સરકારના કૃષિ સહિત અન્ય વિભાગો દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ટપક સિંચાઇ પધ્ધતિની યોજનાઓ અમલમાં મુકી છે. આ ઉપરાંત ખેડૂતોના માલો સમયસર નીચા ભાવથી સરકાર ખરીદ કરે છે, જોકે, ગુજરાતમાં ટેકાના ભાવથી ખરીદી કરવાનો પ્રશ્ન નહિંવત્ છે કેમકે કપાસ, મગફળી તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને તેમની ગુણવત્તા મુજબના માલોમાં ટેકાથી વધુ ભાવ મળે છે તે વાસ્તવિક છે. ખેડૂતોને વધુમાં વધુ સવલત ગુજરાત સરકાર આપી રહી છે. તાજેતરમાં જ કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહિં ગુજરાતે એક જ દિવસમાં 10 કરોડથી વધુ યુનિટ વીજળી પૂરી પાડીને સરકારે ઉમદા કામગીરી દાખવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં ખેડૂતોને પુરતી વિજળી મળતી નથી.

ખેડૂતોની સમૃદ્ધિમાં ગુજરાતના યાર્ડોનો સિંહફાળો, જણસોના સારા ભાવ આપવા બાબતે પણ મોખરે
બજારની વાત
મંદાર દવે

ગુજરાતના ખેડૂત અને માર્કેટ યાર્ડ એટ-અ-ગ્લાન્સ
ગુજરાતના યાર્ડોમાં માર્કેટ સેસ અન્ય રાજ્યો કરતા ઘણી નીચી, જણસો મુજબ100 રૂપિયા દીઠ માત્ર 40 થી 70 પૈસા

દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના ખેડૂતોને પોતાના માલોના સૌથી વધુ ભાવ મળી રહ્યાં છે

કપાસ, મગફળી, જીરૂ, મરચા, એરંડા સૌરાષ્ટ્ર-ગુજરાતના મુખ્ય પાકો, ખેડૂતોને યોગ્ય વેચાણ માળખું મળી રહે તેવી વ્યવસ્થા

અન્ય રાજ્યોમાં ખેડૂતો-માર્કેટ યાર્ડની દયનીય સ્થિતી જ્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ તેમજ ખેડૂતો ઘણાં સમૃદ્ધ છે.

ગુજરાતમાં 450થી વધુ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ, 50 લાખથી વધુ ખેડૂતો, લોન ચૂકવણીમાં પણ ગુજરાતના ખેડૂતો આગળ

દેશના ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં ગુજરાત ત્રીજા ક્રમે, સરેરાશ માસિક આવક 8500થી વધુ

અન્ય રાજ્યના યાર્ડ ભલે પછાત હોય, ખેડૂત પૂત્રો માટે લાયબ્રેરીની સુવિધા પૂરી પાડે છે
ખેડૂતો માટે તો સરકાર તથા માર્કેટ યાર્ડે ધણું કર્યું પરંતુ તેના પરિવાર માટે શું...? મહારાષ્ટ્રના માર્કેટ યાર્ડ ભલે પછાત હોય પરંતુ બુધલાણા જિલ્લામાં આવેલ ખામગાંવ માર્કેટ યાર્ડ ખેડૂતના સંતાન માટે કોઇ પણ ચાર્જ વગર લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડે છે. ખામગાવના સચિવ મુકુટરાવ ભીસે અને પૂર્વ ડિરેક્ટર વિવેક મોહતાએ જણાવ્યું કે અમારી લાઇબ્રેરી વર્ગખંડ જેવી છે. સવારથી સાંજ સરેરાશ 150 જેટલા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીનો નિયમિત પણે લાભ લે છે. 2016થી ચાલી રહેલી આ લાઇબ્રેરીમાંથી સરેરાશ 20 જેટલા ખેડૂત સંતાન રેલવે, પંચાયત સમિતિ, વનવિભાગ, બેંક, કોર્ટ, પોલિસ, જજ તરીકે ટોચના પદ પર નોકરીઓ પણ મેળવી છે. માત્ર ખામગાવ જ નહિં આસપાસની દસથી પંદર જેટલી મંડીઓમાં આ રીતે વિદ્યાર્થીઓ માટે વર્ગ ચલાવવામાં આવે છે. જો ગુજરાતના માર્કેટ યાર્ડ ખરેખર સમૃદ્ધ હોય તો ખેડૂત સંતાનો માટે લાઇબ્રેરી શરૂ કરી ઉત્તમ દાન વિદ્યાદાનનો ચીલો શરૂ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો