તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંખેશ્વરમાં ફક્ત 40 હે.માં, સાંતલપુરમાં 400 હેક્ટરમાં જ ઘાસચારાનું વાવેતર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લામાં અનાવૃષ્ટિ છતાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકારે સિંચાઇના પાણી પણ બંધ કરી દેતા પાણીની પારાયણ વચ્ચે આંતરિયાળ વિસ્તારના શંખેશ્વર તાલુકામાં ફક્ત 40 અને સાંતલપુર તાલુકામાં 400 હેક્ટરમાં જ ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે.

સરકાર દ્વારા વધુમાં કેનાલો માંથી સિંચાઇના પાણી આપવાનું પણ બંધ કરી દેવાયું છે ત્યારે જિલ્લામાં આંતરિયાળ તાલુકા એવા શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે ત્યારે સિંચાઈ ના પાણી મળવાએ રણમાં ઝાંઝવાના જળ સમાન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે ખેડૂતો દ્વારા પોતાના પશુઓના નિર્વાહ માટે ઘાસચારાનું વાવેતર કરવા માટે પણ સિંચાઈના પાણી ના હોઈ મોટા ભાગના ખેડૂતો ઘાસચારાનું વાવેતર પણ કરી શક્યા નથી અને જેને લઇ ચાલુ વર્ષ શંખેશ્વર તાલુકામાં ફક્ત 40 હેકટર તો સાંતલપુર તાલુકામાં ફક્ત 400 હેકટર ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે તો સરકાર દ્વારા રાહત દરે પશુપાલકોને અપાતો ઘાસચારો પણ પૂરતો ન મળતા ઘસચારાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આગામી સમયમાં ઘાસચારાની ભારે તંગી સર્જાશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ જણાવ્યું કે ચાલુ વર્ષે સિંચાઇના પાણી ખેડૂતોને ના મળતા મોટા ભાગે ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે. સાંતલપુર અને શંખેશ્વર તાલુકાઓમાં મોટા ભાગે ખેડૂતો નર્મદાના પાણી આધારિત છે તો બોરવેલ પણ સફળ ના થતા આ વિસ્તારોમાં પાણીની સમસ્યા હોઈ ખેડૂતો વાવતેર કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...