વાવના વાવડી ગામની યુવતીને પતિએ દહેજ બાબતે ત્રાસ આપી

Vav News - husband tortured a dowry girl in vavadi village 080109

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST

વાવના વાવડી ગામની યુવતીને પતિએ દહેજ બાબતે ત્રાસ આપી મારમારી બીમાર દીકરીની સારવાર અર્થે રૂ.50 હજારની માંગ કરી ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ પતિ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

વાવડી ગામે રહેતી યુવતીના લગ્ન થરાદના ચુડમેર ગામે થયા હતા.જ્યા સાસરીયાઓની ચડામણીથી પતિ નરસિહભાઇ લાલાભાઇ વરણ દહેજ બાબતે શારિરીક માનસિક ત્રાસ આપી મારઝુડ કરી હતી.તે બાદ યુવતિની દીકરી બીમાર થતા થરાદ સારવાર કરાવી હતી.ત્યારે યુવતીને તેના પતિએ જો ઘરે આવવુ હોય તો 50 હજારની લઇને આવજે નહિતર પિયરીયે જતી રહેજે તેવી ધમકી આપી હતી.જેને લઇ યુવતી તેના સંતાન સાથે પિયરમાં જતી રહેતા તેનો પતિ નરસિહભાઇ ગૌતમભાઇ લાલાભાઇ વરણને સાથે લઇ યુવતીના પીયરમા જઇ સંતાનોની માંગ કરતા યુવતીએ સંતાનો આપવાની ના પાડતા મારમારી ધમકીઓ આપતા યુવતીએ તેના પતિ નરસિહભાઇ લાલાભાઇ વરણ,પાર્વતિબેન લાલાભાઇ વરણ,લાલાભાઇ રામશીભાઇ વરણ અને ગૌતમભાઇ લાલાભાઇ વરણ સામે ફરિયાદ નોંધાવી હતી.

X
Vav News - husband tortured a dowry girl in vavadi village 080109

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી