તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂરઝડપે જતું બાઈક આખલા સાથે ભટકાતાં બે યુવકોનાં મોત ,આખલો પણ મરી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાવ ઢીમા રોડ પર રવિવારની રાતે રાજસ્થાનના જાલોર જિલ્લાના બે પિતરાઇ ભાઇઓ મોટર સાઇકલ પર જતાં રોડ વચ્ચે આખલો આવી જતા મોટર સાઇકલ ચાલકે આખલાને ટક્કર મારતાં બન્ને ભાઇઓ સહિત આખલાનું પણ મોત નીપજ્યું હતું.

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સુરાયની ભલાયાની ઢાણી તા.શીતલવાના,જી.જાલોરના બે પિતરાઇ ભાઇઓ ખેતારામ પ્રહલાદભાઈ કોળી (ઠાકોર) (ઉં.વ.26) અને ચેનાભાઈ રતનાભાઈ કોળી (ઠાકોર) (ઉં.વ.20) રવિવારની રાતે આઠેક વાગ્યાના સમયે વાવના ખીમાણાપાદર ગામે ભાગીયા તરીકે રહેતા તેના સગા સબંધી રતનાભાઈ કોળીને ત્યાં આવવા મોટર સાઇકલ પર નીકળ્યા હતા. ત્યારે રવિવારની મોડી રાતે વાવ-ઢીમા રોડ પર વાવથી ત્રણ કિ.મી. દૂર રોડ વચ્ચે આખલો આવી જતા મોટર સાઇકલ ચાલકએ આખલાને ટક્કર મારતાં બને મોટર સાઇકલ ઉપર સવાર ભાઇઓ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બાઇકની ટકકરે આખલાનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ વાવ પોલીસને થતાં સોમવારે સવારે બંનેના મૃતદેહો વાવ રેફરલ ખાતે પીએમ અર્થે લાવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ પ્રહલાદભાઈ રૂપાભાઈ કોળીની ફરિયાદ નોંધી વાવ રેફરલ ખાતે બને મૃતદેહોના પી.એમ. કરાવી મૃતદેહો તેના પરિવારજનોને સોંપ્યા હતા. પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું હતું.

વાવ ઢીમા રોડ પર રવિવારે રાત્રે અકસ્માત સર્જાતા બે યુવકો સહિત આખલાનું પણ મોત નીપજ્યું હતું. રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો