તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસારા ગામે વીજ વાયર અડતાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કાળગ્રસ્ત વાવ તાલુકામાં સરકાર દ્વારા રાહતદરે બે રૂપિયાના ભાવે ઘાસ આપે છે તે પણ પૂરતા પ્રમાણમાં આવતું નથી. ત્યારે ઘાસની ગાડીમાં આગ લાગતાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.

અસારા ગામે નવીન ઘાસડેપો શરૂ કર્યો છે તે ઘાસડેપો પર શુક્રવારે સવારે ઘાસ ભરેલી ટ્રકને વિજવાયર અડી જતાં આગ લાગી હતી. સ્થાનિક ગામલોકો તેમજ ફાયર ફાઇટર લાવી આગ પર કાબુ લાવે તે પહેલાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. વાવ મામલતદાર કે.કે.ઠાકોર, માજી ધારાસભ્ય હેમાજી રાજપૂત, રામસેગભાઈ રાજપૂત સહિત ગામલોકો દોડી આવ્યા હતા.

ગામલોકોએ જણાવ્યું કે જીઇબીની બેદરકારીથી વિજવાયર ઘણી જગ્યાએ નીચા હોઇ આવી ઘટના બને છે. જેને લઇ જીઇબી દ્વારા સત્વરે વિજવાયર અદ્ધર કરે તેવી માંગ ઉઠી છે. તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...