સરસ્વતી પંથકમાં જીરાના પાકને ચરમી અને મોલોમસીથી બચાવવા ખેડૂતોની મથામણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના વાગડોદ પંથકમાં જીરાના ઉભા પાકમાં ચરમી અને મોલામસી નામનો રોગચાળો આવતા ખેડૂતોઅે તેમનો ઉભો પાક બચાવવા દવાનો છંટકાવ શરુ કરવો પડ્યો છે. ઉંદરા, વડીયા, નાયતા,મોરપા,નાના વેલોડા,નાના નાયતા, કાનોસણ જેવા ગામોમાં જીરાના મોલાતમાં ચરમી અને મોલામસી પડી છે. ઉંદરાના ખેડૂત દિનેશજી સોમાજી ઠાકોરે ટ્રેકટર દ્વારા દવાનો છંટકાવ હાથ ધર્યો હતો. ચરમી નામનો રોગચાળો આવવાથી વધુ પ્રમાણમાં જીરાના વાવેતરમાં નુકસાન થયું છે તેવુ નાના નાયતાના જયંતીભાઈ પંચાલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...